નવી દિલ્હી : કોરોના વાયરસની 'સેકન્ડ વેવ' (Second Wave)નો કહેર ચાલુ છે. હાલના સમયમાં, બ્રિટન, બ્રાઝિલ સહિતના અન્ય દેશોના ડબલ મ્યુટન્ટ (Double Mutant) અને વેરિએન્ટ્સ દેશવાસીઓ માટે ચિંતાજનક હતા, પરંતુ હવે કોરોનાના વધુ એક નવા સ્વરૂપ, B.1.618 અથવા ટ્રિપલ મ્યુટન્ટ્સે ચિંતા ઉભી કરી છે. આ વેરિએન્ટ પશ્ચિમ બંગાળમાં મોટા પાયે જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો સૂચવે છે કે, આ પ્રકારનો વાયરસ અન્ય સ્વરૂપો કરતા વધુ ચેપી હોઈ શકે છે. હાલમાં તેના વિશેની વધારે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
ડબલ મ્યુટન્ટ્સ પછી ટ્રિપલ મ્યુટન્ટ્સ મુશ્કેલી બની શકે છે!
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ પ્રકારના વાયરસની માહિતી નામમાં જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં વાયરસના ત્રણ મ્યૂટેશન સામેલ છે. ટ્રિપલ મ્યુટન્ટ વેરિઅન્ટ ભારતમાં ઓળખાયેલી SARS-CoV-2ની બીજી લાઈનેઝ કહી શકાય છે. તેને B.1.618 કહેવામાં આવી રહ્યું છે અને તે મોટાભાગે પશ્ચિમ બંગાળમાં ફેલાયેઈ રહ્યું છે.
આ પ્રકારના કોરોના વાયરસ કેટલા જોખમી છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી બહાર આવી નથી. મીડિયા અહેવાલોમાં નિષ્ણાતો હવાલે કહેવામાં આવી રહ્યું છે કે, તે અન્ય પ્રકારો કરતાં વધારે ચેપી છે. એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં ડો.મધુકર પઈએ કહ્યું હતું કે 'આ એક વધુ ઝડપી ફેલાતો વોરિઅન્ટ છે. તે લોકોને ઝડપથી બીમાર કરી રહ્યો છે.
આ વેરિઅન્ટ મળ્યા પછી, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તે રસી પ્રોગ્રામ પર શું અસર કરશે. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આની અસર રસીની અસરકારકતા પર પડી શકે છે. કારણ કે નવા વાયરસમાં મોટા પરિવર્તન છે, જેને E484K કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે વાયરસને રોગપ્રતિકારક શક્તિમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. અગાઉ E484K બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વોરિઅન્ટમાં જોવા મળ્યો હતો. જો કે, ઘણા નિષ્ણાતો કહે છે કે, આના પર વધુ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર