દિલ્હીમાં ટ્રિપલ મર્ડર, વૃદ્ધ દંપતી અને નોકરાણીની ગળું કાપી હત્યા

News18 Gujarati
Updated: June 23, 2019, 12:08 PM IST
દિલ્હીમાં ટ્રિપલ મર્ડર, વૃદ્ધ દંપતી અને નોકરાણીની ગળું કાપી હત્યા
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

વૃદ્ધ દંપતી અને નોકરાણીની હત્યા પાછળ ચોરી કે લૂંટ હોવાની આશંકા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દિલ્હીમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલો ટ્રિપલ મર્ડરનો છે. રવિવાર સવારે સાઉથ દિલ્હીમાં એક વૃદ્ધ દંપતી અને તેમના નોકરાણીના શબ તેમના જ એપાર્ટમેન્ટમાં મળ્યા છે. મળતી માહિતી મુજબ આ ત્રણેયની હત્યા ગળું કાપીને કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ક્રાઇમ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના દિલ્હીના વસંત વિહાર ગામના વસંત એપાર્ટમેન્ટમાં અંજામ આપવામાં આવ્યો છે.

લૂંટની આશંકા

સૂત્રો મુજબ, આશંકા છે કે વૃદ્ધ દંપતી અને નોકરાણીની હત્યા પાછળ ચોરી કે લૂંટ હોઈ શકે છે. દંપતી નોકરાણીની સાથે અહીં એકલું જ રહેતું હતું. સવારે પાસે રહેતા લાકોએ જ પોલીસને જાણ કરી હતી. લોકોએ જણાવ્યું કે ઘરની બહાર પણ ઘણું લોહી પડ્યું છે અને ઘરની અંદરથી કોઈ જવાબ નથી આપી રહ્યું. પોલીસ હવે ઘરના સામાનની તલાશી લઈ રહી છે. સાથોસાથ દંપતીના પરિવારના સભ્યો સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સાઉથ વેસ્ટના ડીસીપી દેવેન્દ્ર આર્યએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ આ હત્યા લૂંટના કારણે થઈ હોવાનું લાગી રહ્યું છે. ઘરમાં ઘૂસનારા કોઈ પરિચિત હોઈ શકે છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, FB પર મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી, જુદા જુદા શહેરોમાં ફરી આચર્યું દુષ્કર્મ

એક દિવસ પહેલા જ સમગ્ર પરિવારની થઈ હતી હત્યા

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ દિલ્હીના મહરૌલીમાં ટ્યૂશન ટીચરે પોતાના જ સમગ્ર પરિવારની હત્યા કરી દીધી હતી. આરોપીએ પોતાની પત્ની અને ત્રણ માસૂમ બાળકોનું પહેલા ગળું દબાવ્યું અને પછી ચાકૂ કે આરીથી તેમની ગરદન કાપી દીધી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે આર્થિક તંગીના કારણે મુશ્કેલીમાં હતો અને આ જ કારણે તેણે સમગ્ર પરિવારની હત્યા કરી. તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એવું કરી ન શક્યો.
First published: June 23, 2019, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading