કોરોનાએ વધુ એક ધારાસભ્યનો ભોગ લીધો, તૃણમૂલ કૉંગ્રેસના MLAનું સારવાર દરમિયાન નિધન

News18 Gujarati
Updated: June 24, 2020, 10:31 AM IST
કોરોનાએ વધુ એક ધારાસભ્યનો ભોગ લીધો, તૃણમૂલ કૉંગ્રેસના MLAનું સારવાર દરમિયાન નિધન
ધારાસભ્ય

આ પહેલા ડીએમકેના પાવરફૂલ નેતા અને ધારાસભ્યનું ચેન્નાઇ ખાતે કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું.

  • Share this:
કોલકાતા : કોરોના પોઝિટિવ આવેલા તૃણમૂલ કૉંગ્રેસના 60 વર્ષીય ધારાસભ્ય તમોંશ ઘોષ (Trinamool Congress MLA Tamonash Ghosh)નું નિધન થયું છે. ગયા મહિને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. હૉસ્પિટલ (Hospital) ખાતે તેમની સારવાર ચાલી રહી હતી.

આ મામલે ટ્વીટ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee)એ લખ્યું છે કે, "ખૂબ જ દુઃખદ. ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા તમોંશ ઘોષ આજે આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેઓ ફાલ્ટા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. વર્ષ 1998થી તેઓ પાર્ટીના ટ્રેજરર તરીકે કાર્યરત હતા. તેઓ છેલ્લા 35 વર્ષથી આપણી સાથે હતા. તેઓ હંમેશા પાર્ટી અને લોકોને વરેલા રહ્યા હતા. તેમણે સામાજિક કામ થકી મહત્ત્વનું યોગદાન આપ્યું છે."

મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું કે, "તેઓ એવી ખાલી જગ્યા છોડીને ગયા છે જેને ભરવી મુશ્કેલ છે. આપણા બધા વતી તેમની પત્ની ઝરણા, બે દીકરી, તેમના મિત્રો અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ."

આ પણ વાંચો : ભરતસિંહ સોલંકીના સતત સંપર્કમાં રહેલા કૉંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવ કોરોના પોઝિટિવ

જાહેર જીવનમાં હોય તેવા વ્યક્તિઓનું કોરોનાને કારણે મોત થયું હોય તે યાદીમાં ઘોષનું વધુ એક નામ ઉમેરાયું છે. આ પહેલા તમિલનાડુના રાજકારણી તેમજ ડીએમકેના નેતા અને ધારાસભ્ય જે અંબાઝહગનનું કોરોનાની બીમારીને કારણે નિધન થયું હતું. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે 2 જૂને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 3 જૂને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાદમાં તેઓનું ચેન્નાઇ ખાતે નિધન થયું હતું.

કોરોનાની દવા શોધવાનું કામ કરી રહેલા સંશોધકોના કહેવા પ્રમાણે કોરોનાને કારણે બાળકો, વયોવૃદ્ધ લોકો અને અન્ય બીમારી હોય તેવા લોકોને વધારે જોખમ રહેલું છે.
First published: June 24, 2020, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading