જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર શાનથી લહેરાયો ત્રિરંગો

News18 Gujarati
Updated: November 4, 2019, 5:07 PM IST
જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર શાનથી લહેરાયો ત્રિરંગો
જમ્મુ કાશ્મીર

આજે ઉપરાજ્યપાલ મુર્મૂએ નાગરિક સચિવાલય ખાતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.

  • Share this:
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી તેની શીતકાલીન રાજધાની જમ્મુ (Jammu)માં સરકારે નવા કાર્યભારની શરૂઆત કરી છે. સવારે 9:30 વાગે ઉપરાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મૂ સચિવાલય પહોંચ્યા. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. જો કે આ દરમિયાન મોટી વાત એ રહી હતી કે પહેલીવાર નાગરિક સચિવાલયની બિલ્ડીંગ પર બે અલગ અલગ ઝંડાના બદલે શાનથી એકલો ભારતીય ત્રિરંગો લહેરાયો હતો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરની પરંપરા અને નિયમો મુજબ સચિવાલય પર ભારતીય ત્રિરંગા સાથે રાજ્યનો ઝંડો પણ લહેરાવવામાં આવે છે. પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી સોમવારે જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર તેવું થયું કે બે ધ્વજના બદલે ખાલી એક ધ્વજનું જ સામ્રજ્ય છવાયું. આજે ઉપરાજ્યપાલ મુર્મૂએ નાગરિક સચિવાલય ખાતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. મૂર્મુએ સચિવાલયનો કાર્યભાર સંભાળતા જ કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. અને તેમનાથી હાલની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Jammu: Lieutenant Governor of J&amp;K, Girish Chandra Murmu receives guard of honour at the secretariat, following the &#39;Darbar Move&#39; under which J&amp;K government functions for six months each in the twin capitals, in Srinagar &amp; Jammu. <a href="https://t.co/lcetOG0uEa">pic.twitter.com/lcetOG0uEa</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1191219707791044610?ref_src=twsrc%5Etfw">November 4, 2019</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

એલજી પહેલા જ એક્શન મોડમાં રહેવાના સંકેત આપી ચૂક્યા છે. તે આજે પ્રશાસનિક સચિવો સાથે બેઠક કરશે. સાથે જ મૂર્મૂએ તમામ અધિકારીઓને પારદર્શક અને ઝડપી રીતે કામકાજ કરવાનો આદેશ કર્યો છે. વધુમાં અધિકારિક સુત્રોથી મળેલી માહિતી મુજબ જમ્મુ કાશ્મીરમાં નવી વ્યવસ્થા શરૂ થતા જ સામાન્ય લોકો માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. કામકાજના સમયે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પ્રશાસનિક સચિવો જનતાની સમસ્યા સાંભળવા માટે જનતા દરબારમાં હાજરી આપશે. લોકો વિજિટર પાસ બનાવીને સંબંધિત વિભાગના અધિકારીથી મળીને પોતાની સમસ્યા વિષે વાત કરશે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर