Inspiration: ઓરિસ્સાની 27 વર્ષની આદિવાસી યુવતી પાયલોટ બની

પ્રતિકાત્મક તસવીર

આદિવાસી યુવતીની આ સફળતાને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બિરદાવી હતી અને તેને અભિનંદન આપ્યા હતા

  • Share this:
    ઓરિસ્સામાં માઓવાદી પ્રભાવિત જિલ્લા મલકાનગિરિમાંથી આદિવાસી મહિલા પાયલોટ બની છે અને આ વિસ્તારમાં આ પહેલો કિસ્સો છે કે, કોઇ આદિવાસી મહિલા પાયલોટ બની હોય.

    અનુપ્રિયા લકરા નામની 25 વર્ષની મહિલા પાયલોટ બની છે અને તે ટૂંક સમયમાં એક ખાનગી એરલાઇન્સમાં પાયલોટ તરીકે નોકરીએ જોડાશે.
    અનુપ્રિયાએ સાત વર્ષ પહેલા એવિયેશન એકેડમીમાં જોડાઇ હતી. આ માટે તેણે અધવચ્ચે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો હતો.

    આદિવાસી મહિલાની આ સફળતાને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બિરદાવી હતી અને તેને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે, અનુપ્રિયાની સફળતા વિશે જાણીને હું આનંદ અનુભવું છું. તે ઘણા લોકો માટે પ્રેરણારૂપ બનશે,”.

    અનુપ્રિયાના પિતાજી ઓરિસ્સા પોલીસમાં હવાલદાર છે અને તેની માતા ગૃહિણી છે.

    ભુવનેશ્વરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હતો અને પાયલોટ બનવા માટેની પ્રવેશ પરીક્ષા આપી હતી. 2012માં તે પાયલોટ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટમાં જોડાઇ હતી.

    તેના પિતાજીએ કહ્યું કે, અનુપ્રિયા પાયલોટ બની તેનાથી અમને અનહદ આનંદ થયો છે. તેણે તેનું સ્વપ્ન સાકાર કર્યું. તે હવે ખાનગી એરલાઇન્સ કંપનીમાં કૉ-પાયલોટ તરીકે જોડાશે,”.

    તેમણે વધુમાં ઉમેર્યું કે. ઓરિસ્સાનાં પછાત વિસ્તારમાંથી કોઇ મહિલા તેની મહેનત અને લગનથી પાયલોટ બને તે એક મોટી વાત છે. આ વિસ્તારનું તે ગૌરવ છે અને અન્યોને પ્રેરણા આપશે. તેની સફળતા બીજી છોકરીઓને પ્રેરણા આપશે,”.
    Published by:Vijaysinh Parmar
    First published: