Home /News /national-international /સેક્સનો આનંદ લઈ શક્યો નહીં: ખોટા કેસમાં ફસાયેલો શખ્સ જેલમાંથી બહાર આવતા સરકાર પાસે માગ્યું 10 હજાર કરોડનું વળતર

સેક્સનો આનંદ લઈ શક્યો નહીં: ખોટા કેસમાં ફસાયેલો શખ્સ જેલમાંથી બહાર આવતા સરકાર પાસે માગ્યું 10 હજાર કરોડનું વળતર

ખોટા રેપ કેસમાં ફસાયેલા શખ્સે સરકાર પાસે વળતર માંગ્યું

35 વર્ષિય કાંતિલાલ ભીલનું કહેવું છે કે, આરોપો અને જેલમાં તેની દુનિયા બદલાઈ ગઈ. તેની પત્ની, બાળકો અને માતાને ખૂબ જ દુ:ખના દિવસો જોવા પડ્યા.

    રતલામ: મધ્ય પ્રદેશના રતલામમાં એક શખ્સને રેપના ખોટા કેસમાં લગભગ બે વર્ષ સુધી જેલમાં પુરી રાખ્યો હતો. 666 દિવસ સુધી જેલમાં વિતાવ્યા બાદ બહાર નીકળેલા શખ્સે હવે સરકાર પાસેથી 10006 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. તેમાં વેપારને થયેલા નુકસાનથી લઈને કોર્ટ કચેરીના ખર્ચ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, કુલ માગેલી રકમમાં 10 હજાર કરોડ રૂપિયા તે એટલા માટે માગી રહ્યો છે કે, આ દરમિયાન ભગવાન તરફથી માણસને આપવામાં આવેલી ભેટ જેમ કે સેક્સથી તે વંચિત રહી ગયો.

    આ પણ વાંચો: મધ્ય પ્રદેશ : યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 14 લોકોનાં મોત

    35 વર્ષિય કાંતિલાલ ભીલનું કહેવું છે કે, આરોપો અને જેલમાં તેની દુનિયા બદલાઈ ગઈ. તેની પત્ની, બાળકો અને માતાને ખૂબ જ દુ:ખના દિવસો જોવા પડ્યા. તેણે ટાઈમ્સ ઓફ ઈંડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું નથી બતાવી શકતો કે તે દિવસોમાં મેં જેલમાં કેટલુ સહન કર્યું છે. મારો પરિવાર ઈનરવિયર પણ નથી ખરીદી શકતો. મેં કડકડતી ઠંડી અને ગરમીમાં પણ કપડા વિના રહેવા મજબૂર બન્યો હતો.

    કાંતિએ આગળ કહ્યું કે, તે ભગવતીની કૃપાથી બહાર નીકળી ગયો, કેમ કે વકીલે તેનો કેસ ફી લીધા વિના લડ્યો. હવે તે જેલમાં વિતાવેલા દરેક દિવસનો હિસાબ માગી રહ્યો છે. પીડિતે ક્ષતિપૂર્તિ અરજીમાં પોલીસ પર ખો઼ટા અને માનહાનિકારક શબ્દોનો આરોપ લગાવ્યો છે. ખોટા આરોપોએ તેનું જીવન બરબાદ કરી દીધું. કાંતિલાલે કહ્યું કે, જેલમાં તેને ચામડીના રોગ અને અન્ય બિમારીઓ પણ થઈ ગઈ. પરિવારમાં તે એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો.

    કાંતિલાલને વેપારમાં થયેલા નુકસાન, સાખને પહોંચેલી ઈજા, શારીરિક અને માનલસિક કષ્ટ, પરિવારને થયેલા નુકસાન માટે 1-1 કરોડની મદદ આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયા સેક્સનો આનંદ નહીં લઈ શકવાના કારણે માગ્યા છે. જેને તે ભગવાન તરફથી મળેલી ભેટ માને છે. કાંતિલાલે જેલમાં રહ્યા દરમિયાન કેસ માટે ખર્ચ થયેલા 2 લાખ રૂપિયા પણ અલગથી માગ્યા છે.

    આ પણ વાંચો: 2000 વર્ષમાં પહેલી વાર સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે આ ધાર્મિક સ્થળ

    કાંતિલાલના વકીલ વિજય સિંહ યાદવે કહ્યું કે, જિલ્લા કોર્ટે કેસની સુનાવણી માટે 10 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. કાંતિલાલ પર ગેંગરેપનો કેસ હોવાનો આરોપ હતો. 18 જાન્યુઆરી 2018માં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે ભાઈના ઘરે જઈ રહી હતી, તો રસ્તામાં કાંતિલાલે લિફ્ટ આપવાના બહાને બાઈક પર બેસાડી. તેને જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો. પોલીસે તેને પકડીને જેલમાં મોકલી દીધો. પણ કોર્ટે તેને સજામાંથી મુક્ત કર્યો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन