3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક

News18 Gujarati
Updated: September 18, 2020, 8:06 PM IST
3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક
પ્રતિકાત્મક તસવીર

જ્યારે બે યુવતીઓ સાથે રહેવા માટે જીદ પકડીને બેઠી છે. પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા ઊભો થયો હતો.

  • Share this:
કાનપુરઃ ઉત્તર પ્રેદશના (Uttar pradesh) કાનપુરમાં (kanpur) એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક બીજા સાથે પ્રેમમાં પાગલ ત્રણ યુવતીઓ ઘર પરિવાર છોડીને એક સાથે રહેવા માટે ઘરેથી ભાગી ગઈ હતી. જોકે, ત્રણે યુવતીઓને (3 Girls) પોલીસે ગાઝિયાબાદથી (Ghaziabad) પકડી પાડી હતી. જેમાંથી બે યુવતીઓ એકબીજા સાથે લગ્ન (love marriage) કરવાની પણ વાત કરીને સાથે રહેવાની જીદ પકડીને બેઠી છે. આ બંને યુવતીનું કહેવું છે કે બંને એકબીજા સાથે રહેવા માંગે છે.

ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારી 20 વર્ષીય યુવતી 2 સપ્ટેમ્બર 2020એ ગાયબ થઈ ગઈ હતી. આ અંગે પરિવારના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરું કરી હતી. અને તેનું લોકેશન ગાઝિયાબાદ મળ્યું હતું. પોલીસનું કહેવું છે કે એક સાથે રહેતી ત્રણ યુવતીને પકડી પાડી છે. પકડાયેલી યુવતીઓ પૈકી બે કાનપુરની રહેવાશી છે અને એક યુવતી લખનૌની છે.

આ પૈકી એક યુવતી પરિવારજનોએ મનાવવા પર તેમની સાથે જતી રહી હતી. જ્યારે બે યુવતીઓ સાથે રહેવા માટે જીદ પકડીને બેઠી છે. પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા ઊભો થયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો

અયોધ્યામાં બે યુવતીઓએ એકબીજા સાથે કર્યા લગ્ન
ઉત્ત પ્રદેશમાં યુવતીઓ વચ્ચે પ્રેમ પ્રસંગનો પહેલો મામલો સામે આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં અયોધ્યામાં એક ઓગસ્ટ મહિનામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. કાનપુરની રહેનારી યુવતી પોતાની માસીના ઘરે સાહબગંજ મહોલ્લામાં આવતી હતી. આ દરમિયાન સાહબગંજમાં રહેનારી યુવતી એક અન્ય યુવતી સાથે પ્રેમ થયો હતો. બંને વચ્ચે બે વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. ત્યારબાદ બંને અચાકન લગ્ન કરતા બધાને જાણ થઈ હતી.આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશની ઘટના! ખજાના માટે ખાડો ખોદ્યો, શરતના કારણે બે લોકોએ ગુમાવવો પડ્યો જીવ

આ પણ વાંચોઃ-ધ્રોલમાં ધોળા દિવસે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરનાર બે આરોપી ઝડાપાયા, કેમ કરી હતી હત્યા?

જ્યારે બંને અયોધ્યા પોલીસ સ્ટેશન પહોંચી તો એક યુવતી દુલ્હનની જેમ તો બીજી દુલ્હેરાજાની જેમ શ્રૃંગાર કર્યો હતો. પગની આંગળીઓમાં લગ્નની વિંટીઓ તો માથામાં સિંદર અને હાથમાં મહેંદી હતી.પોલીસે જણાવ્યું કે બંને યુવતીઓના પરિવારના લોકો પણ આ લગ્નથી સહમત છે. એટલે યુવતીઓ પુષ્ત વયની છે અને બંનેના લગ્ન અંગે પરિવાર પણ સહમત હોવાના કારણે બંને એક બીજા સાથે રહેવા માટે સ્વતંત્ર છે.

અયોધ્યા ક્ષેત્રાધિકારી અમર સિંહના જણાવ્યા પ્રમાણે કાનપુરની એક યુવતી અહીં સાહબગંજ મહોલ્લામાં પોતાની માસીના ત્યાં રહેતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. બંને પુષ્ત છે અને પરિવારની સહમતિના આધારે બંનેએ લગ્ન કરી લીધા હતા.
Published by: ankit patel
First published: September 18, 2020, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading