Home /News /national-international /2 થી 6 વર્ષના બાળકોનું વેક્સીન ટ્રાયલ, આગામી સપ્તાહેથી આપવામાં આવશે કોવેક્સીનનો બીજો ડોઝ
2 થી 6 વર્ષના બાળકોનું વેક્સીન ટ્રાયલ, આગામી સપ્તાહેથી આપવામાં આવશે કોવેક્સીનનો બીજો ડોઝ
કોરોના વાયરસની ત્રીજી લહેરની (Coronavirus Third Wave)આશંકા વચ્ચે બાળકોની વેક્સીન (Vaccine for Children)પર ચાલી રહેલા ટ્રાયલને લઇને એક સારા સમાચાર આવ્યા છે
કોરોના વાયરસની ત્રીજી લહેરની (Coronavirus Third Wave)આશંકા વચ્ચે બાળકોની વેક્સીન (Vaccine for Children)પર ચાલી રહેલા ટ્રાયલને લઇને એક સારા સમાચાર આવ્યા છે
નવી દિલ્હી : કોરોના વાયરસની ત્રીજી લહેરની (Coronavirus Third Wave)આશંકા વચ્ચે બાળકોની વેક્સીન (Vaccine for Children)પર ચાલી રહેલા ટ્રાયલને લઇને એક સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે ટ્રાયલમાં સામેલ 6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સીનનો બીજો ડોઝ આગામી સપ્તાહે આપવામાં આવી શકે છે. એઇમ્સમાં ભારત બાયોટેકની આ વેક્સીનના પરીક્ષણ ચાલી રહ્યા છે. ટ્રાયલમાં સામેલ થયેલા 6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આ સિવાય આગામી સપ્તાહે 2 થી 6 વર્ષની ઉંમરના જે બાળકો ટ્રાયલમાં સામેલ છે તેમની વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે. આ પહેલા એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ સપ્ટેમ્બર સુધી બાળકો માટે વેક્સીન ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરી છે. ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે 12 મે ના રોજ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કોવેક્સીનને બાળકો પર ટ્રાયલની ભલામણ કરી હતી. ગંભીરતા અને સ્થિતિ જોતા આ પછી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DCGI) ટ્રાયલને મંજૂરી આપી હતી.
આ સપ્તાહની શરૂઆતમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને સૂચિત કર્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોવિડ-19 વેક્સીનનો હ્યુમન ટ્રાયલ પુરો થવાના કગાર પર છે. ગુજરાતની દવા કંપની ઝાયડસ કેડિલા તરફથી બતાવવામાં આવ્યું કે 12થી વધારે વધારે આયુ વર્ગવાળા માટે દવાનો ટ્રાયલ કરવામાં આવ્યો છે. આ 18 વર્ષની ઉંમર સુધીના બાળકોને આપી શકાય છે.
" isDesktop="true" id="1116008" >
દવા કંપની ઝાયડસ કેડિલાએ 1 જુલાઇ કોવિડ-19ની વેક્સીન ZyCoV-D (ત્રણ ડોઝ)ને ઇમરજન્સી ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સામે માંગ રાખી હતી. તેમણે બે ડોઝ વાળી વેક્સીનના આકલનના ડેટા પ્રસ્તુત કર્યા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર