Home /News /national-international /Viral Video: બાળકના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ માતા, પુત્રનું ક્યૂટ રિએક્શન જોઈને તમે પણ થઈ જશો ખુશ

Viral Video: બાળકના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ માતા, પુત્રનું ક્યૂટ રિએક્શન જોઈને તમે પણ થઈ જશો ખુશ

માતા તેના પુત્રના ખોળામાં સૂઈ રહી છે (Pic: thesefourflowers)

Viral Video: આ વિડીયોમાં તમે આગળ જોઈ શકશો કે બાળક તેની માતાના માથા પર ચાંદલો કરે છે અને તેને 'બેબી મમ્મી' કહીને સંબોધે છે. બાળકની આ જ વાત યુઝર્સના દિલને સ્પર્શે છે.

    Trending Mother & Son Video: સોશિયલ મીડિયા(Social Media) એ અવનવા વિડીયો અને માહિતીનો ક્યારેય ખતમ ન થનારો ખજાનો છે. તમને આ ખજાનામાં માતા અને બાળકના સંબંધો પર બનેલા ઘણા વિડીયો જોવા મળશે, જેનાથી તમને અહેસાસ થશે કે માનો પ્રેમ દુનિયાનો સૌથી અમૂલ્ય પ્રેમ છે અને માતા અને તેના બાળકો વચ્ચેનો સબંધ અનન્ય છે. આવો જ માં-દીકરાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં બાળકના ખોળામાં માથું મૂકીને સૂઇ જઈ માતા પોતે બાળક બની જાય છે. પછી બાળક જે રિએક્શન આપે છે તે જોઈને તમે વિચારશો કે સાચે જ બાળકો કેટલા માસૂમ અને સાફ મનના હોય છે!

    ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ રસપ્રદ વિડીયોમાં તમે જોશો કે એક બાળક સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યો છે, ત્યારે તેની માતા ત્યાં આવીને તેના ખોળામાં માથું રાખીને સૂઈ જાય છે. બાળક પળભર માટે જોયા કરે છે પણ આ પછી તે ખૂબ જ આરામદાયક સ્થિતિમાં આવી જાય છે અને તેની માતાને બાળકની જેમ વહાલ કરવા લાગે છે, યુઝર્સને આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    યુઝર્સને ગમી ગયું બાળકનું રીએકશન

    આ વિડીયોમાં તમે આગળ જોઈ શકશો કે બાળક તેની માતાના માથા પર ચાંદલો કરે છે અને તેને 'બેબી મમ્મી' કહીને સંબોધે છે. બાળકની આ જ વાત યુઝર્સના દિલને સ્પર્શે છે. આ વિડીયો રશેલ ફ્લાવર્સ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયો એક ટેક્સ્ટ ઇન્સર્ટ સાથે ખુલે છે જેમાં લખ્યું છે કે "મારા 3 વર્ષના દીકરાના ખોળામાં સૂઈ જાઉં છું અને જોઉં કે તે કેવી પ્રતિક્રિયા આપે છે."




    તેણીએ કેપ્શનમાં બાળકોનો ઉછેર કેવી રીતે કરવો એ બાબતે કેટલીક ટિપ્સ શેર કરતા લખ્યું છે કે "તમારા બાળક સામે ઉદાહરણ મૂકો, તમે તેની સામે તમારા આસપાસના લોકો સાથે જેવું વર્તન કરશો, તે પણ તે અનુસરશે"

    વધુમાં તે કહે છે કે, "બાળકને તેની લાગણીઓ વ્યક્ત કરવાની મોકળાશ આપો. તમારે રડતા બાળકને પણ ''ચૂપ થઈ જા" એમ ન કહેશો, જોકે તે ખૂબ મુશ્કેલ છે. પરંતુ તમારે તેને સમજાવવું જોઈએ કે પોતાની લાગણીઓનો એહસાસ કરવો જોઈએ, તેમાં ખોટું કંઈ જ નથી."

    તેણી તેના યુઝર્સને પોતના બાળકોને પ્રેમ અને નમ્રતા શીખવા માટે શક્ય તેટલી વધુ તક આપવાની સલાહ આપે છે.

    આ વિડીયોમાં બાળકનું માતાને લાડ કરવું સૌ યુઝર્સના મનને સ્પર્શી ગયું છે અને આ વિડીયોને અત્યાર સુધીમાં મિલિયન વ્યૂઝ એટલે કે 10 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
    First published:

    Tags: Latest viral video, Social Viral, Viral videos, વીડિયો વાયરલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन