Home /News /national-international /

Earthquake: જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા, 5.7ની તીવ્રતાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા

Earthquake: જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા, 5.7ની તીવ્રતાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા

Tremors: દેશના ઉત્તર ભારતમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

Tremors Delhi NCR Jammu Kashmir: શનિવારની વહેલી સવારે જ્યારે દેશના ઉત્તર ભારતમાં (Tremors in North India) લોકો પોતાના ઘરોથી કામ પર જવા નીકળી રહ્યા હશે એ જ સમયે પ્રચંડ તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો

    Tremors Delhi NCR Jammu Kashmir: શનિવારની વહેલી સવારે જ્યારે દેશના ઉત્તર ભારતમાં (Tremors in North India) લોકો પોતાના ઘરોથી કામ પર જવા નીકળી રહ્યા હશે એ જ સમયે પ્રચંડ તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો. સવારકના સમયે દેશના જમ્મુ કાશ્મીરથી લઈને અને દિલ્હી એનસીઆર (Delhi NCR) સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રચંડ તીવ્રતાવાળા ભૂકંપના આંચકાથી ગભરાઈ અને લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા.

    નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના સત્તાવાર ટ્વીટ મુજબ આજે સવારે 9.45 વાગ્યા 5.7ના મેગ્નીટ્યૂડનો આંચકો 36.340 લેટીટ્યૂડ અને 71.05 લોન્ગેટ્યૂડ પર અનુભવાયો જેની ડેપ્થન અફઘાનિસ્તાન-તજાકિસ્તાન બોર્ડરથી 181 કિલોમીટર છે. આ ભૂકંપના કારણે દિલ્હી એનસીઆર સુધી આંચકા અનુભવાયા છે.

    સતત બીજા દિવસે આંચકા, શુક્રવારે કચ્છમાં અનુભવાયો હતો ભૂકંપ

    ભારતમાં સતત બીજા દિવસે ભૂકંપનો આચંકો આવ્યો છે. શુક્રવારે કચ્છમાં સવારે 3.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર હતું. ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજોીએ જણાવ્યું શુક્રવારે સવારે રાપરેમાં 10.16 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 19.1 કિલોમીટર ઉંડાણમાં હતું,.

    પાકિસ્તાનમાં પણ અનુભવાયા આંચકા

    આ ભૂકંપની અસર ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ જોવા મળી છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી, પંજાબના અન્ય શહેરો અને ખૈબર પખ્તૂનખ્વામાં પણ ઝટકા અનુભવલાયા છે. ગત મહિને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 26 લોકોના મોત થયા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Tremors, ગુજરાતી સમાચાર, ભૂકંપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन