Booster Dose: વિદેશ યાત્રા કરવા માંગો છો? તો લઇ શકો છો બૂસ્ટર ડોઝ, સ્વાસ્થ્ય મંત્રીએ કર્યું એલાન
Booster Dose: વિદેશ યાત્રા કરવા માંગો છો? તો લઇ શકો છો બૂસ્ટર ડોઝ, સ્વાસ્થ્ય મંત્રીએ કર્યું એલાન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mandaviya)એ જેમને વિદેશમાં મુસાફરી (Travel abroad) કરવાની જરૂર છે, તેઓ નિયત નવ મહિનાની રાહ જોવાની અવધિ પહેલાં બૂસ્ટર ડોઝ ((Corona vaccine booster dose)) લઈ શકે છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mandaviya)એ ગુરુવારે જણાવ્યું હતું કે તમામ ભારતીય નાગરિકો (Indian citizens0 અને વિદેશ પ્રવાસ (Travel abroad) કરતા વિદ્યાર્થીઓ હવે જરૂરિયાત મુજબ બૂસ્ટર શૉટ્સ લેવા માટે પાત્ર છે. મનસુખ મંડાવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "ભારતીય નાગરિકો અને વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ હવે ગંતવ્ય દેશની ગાઇડલાઇન અનુસાર બૂસ્ટર ડોઝ (Corona vaccine booster dose) લઈ શકે છે." 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો, જેમણે બીજા ડોઝના નવ મહિના પૂર્ણ કર્યા છે, તેઓ બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે.
અગાઉ એક સલાહકાર સમિતિએ ભલામણ કરી હતી કે જે લોકોને વિદેશ પ્રવાસ કરવાની જરૂર છે, તેઓ નવ મહિનાના ફરજિયાત ગેપ પહેલાં જે દેશમાં યાત્રા કરી રહ્યા છે, તે દેશના નિયમો અનુસાર બૂસ્ટર ડોઝ લઈ શકે છે.
આ મુદ્દા પર અગાઉ ચર્ચા કરવામાં આવી હતી અને NTAGIએ ભલામણ કરી હતી કે જેમને વિદેશમાં મુસાફરી કરવાની જરૂર છે, તેઓ નિયત નવ મહિનાની રાહ જોવાની અવધિ પહેલાં બૂસ્ટર ડોઝ લઈ શકે છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં બહુ ઓછા લોકોએ કોરોના રસીના ત્રીજા ડોઝની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે બીજી તરફ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની મંજૂરી આપી દીધી છે.
જણાવી દઈએ કે દેશમાં સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 10 એપ્રિલથી બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે,બૂસ્ટર ડોઝ લેવા માટે કોરોના રસીના બીજા ડોઝ અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનું અંતર હોવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર