હૈદરાબાદ: તેલંગણામાં બે ટ્રાંસજેંડર પ્રાચી રાઠોડ અને રુથ જોન પોલે ઈતિહાસ રચતા રાજ્યમાં સરકારી સેવામાં જોડાનાર પ્રથમ ટ્રાંસજેન્ડર ડોક્ટર બની ગયા છે. બંને ટ્રાંસજેન્ડર ડોક્ટર પ્રાચી રાઠો઼ડ અને રુથ જોન પોલે હાલમાં જ સરકારી ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સામાજિક કલંક અને ભેદભાવને યાદ કરતા આ બંનેએ કહ્યું કે, તેમને નાનપણથી જ ઘણું બધું સહન કરવું પડ્યું છે અને ત્યાં સુધી પહોંચવું એટલું પણ સરળ નથી હોતું.
હકીકતમાં જોઈએ તો, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના સુપ્રીટેંડેંટ ડો. નાગેંદરે કહ્યું કે, ઉસ્માનિયા હોસ્પિટલમાં એક ટ્રાંસજેન્ડર ક્લિનિક ખોલવાનો પ્રસ્તાવ હતો, તેના માટે 3 મેડિકલ ઓફિસરના પદ ખાલી હતી. આ પદ પર 36 ડોક્ટર્સે અરજી કરી હતી. આ પદ માટે અમે ટ્રાંસજેન્ડર સમુદાય અને એચઆઈવીથી પ્રભાવિત મેડિકલ પ્રોફેશનલને પ્રાથમિકતા આપવા માગતા હતા. આવી રીતે અમે 3 ડોક્ટરની ભરતી કરી છે, જેમાં 2 ટ્રાંસવુમન છે અને 1 એચઆઈવી પ્રભાવિત ચિકિત્સા અધિકારી છે.
I feel great, this will be the first time a transgender will work for a government hospital. Feels great to treat patients without any gender difference, as their healthcare facilitator: Dr Prachi Rathod, Medical Officer, Osmania General Hospital (02.12) pic.twitter.com/K4cmmBWYfA
ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસ તરીકે પદ સંભાળનાી ડો. પ્રાચી રાઠોડે કહ્યું કે, મને ખૂબ જ સારુ લાગી રહ્યું છે. આ પહેલી વાર હશે, જ્યારે કોઈ ટ્રાંસજેન્ડરને કોઈ સરકારી હોસ્પિટલમાં કામ મળશે. એક ડોક્ટર તરીકે કોઈ પણ પ્રકારના લિંગભેદ વગર દર્દીની સારવાર કરવાનું ખૂબ જ સારુ લાગે છે. આપને જણાવી દઈએ કે, પ્રાચી રાઠોડ આદિલાબાદની એક મેડિકલ કોલેજમાંથી 2015માં એમબીબીએસ પુરુ કર્યું હતું. ડો. પ્રાચી રાઠોડનું કહેવું છે કે, તમામ ઉપલબ્ધિ છતાં આ કલંક અને ભેદભાવ ક્યારેય નહીં જાય.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર