રેલવેની જાહેરાત: સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ ભાડાનો આવશે અંત, કોરોનાકાળના પહેલા જેવી ચાલશે ટ્રેન

રેલવે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Indian Railways: covide-19 નો પ્રભાવ ઓછો થતાની સાથે જ Railway board દ્વારા શુક્રવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં લાવવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી: કોરોનાની અસર ઓછી થતાં જ રેલવે બોર્ડે (railway board) ટ્રેનોને (Trains) કોરોના પહેલાની સ્થિતિમાં (restore) લાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ ટ્રેનો બે-ચાર દિવસ સુધી સામાન્ય નંબરો પર દોડવાનું શરૂ કરશે, એટલે કે, નંબરોમાંથી શૂન્ય દૂર કરવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોમાં સ્પેશિયલ ક્લાસ બાદ ભાડું વધાર્યું હતું, જે પણ પહેલા જેવું જ રહેશે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, ટ્રેનોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. એટલે કે, રિઝર્વેશન વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય યાત્રા દરમિયાન ધાબળા, ચાદર આપવામાં આવશે નહીં.

  રેલ્વે બોર્ડે શુક્રવારે રાત્રે આ અંગે આદેશ આપ્યા છે. હાલ શતાબ્દી, રાજધાની, દુરંતો, મેલ અને એક્સપ્રેસ મળીને 1744 ટ્રેનો ચાલું છે. આ તમામ ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે દોડી રહી છે. પરંતુ ટૂંક સમયમાં આ ટ્રેનો સામાન્ય નંબરો પર દોડવા લાગશે. આ સિવાય કેટલીક ટ્રેનો સ્પેશિયલ બન્યા બાદ ભાડું પણ વધાર્યું હતું, રેલ્વે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભાડું પણ કોરોના પહેલા જેટલું હશે. એટલે કે તમામ ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં ફરી શરૂ કરવામાં આવશે. બોર્ડના જણાવ્યા અનુસાર સોફ્ટવેર અપડેટ કરવામાં બેથી ચાર દિવસનો સમય લાગી શકે છે. આ પછી, ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં ફરીથી શરૂ કરી દેવામાં આવશે.

  આ પણ વાંચો: લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટીની રૂ.45 કરોડની લૂંટ કેસ, HCની સરકાર અને બનાસકાંઠા SPને નોટિસ

  ट्रेनों को कोरोना से पहले की स्थितियों में बहाल करने के लिए रेलवे बोर्ड द्वारा जारी आदेश.
  રેલવે બોર્ડ દ્વારા જેહાર કરવામાં આવેલા આદેશ પત્રની તસવીર


  આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાનું મોટું અભિયાન, હિઝબુલના 2 આતંકીનો સફાયો, ઓપરેશન ચાલુ

  રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. એટલે કે, આરક્ષણ વિના બીજા વર્ગમાં ચાલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ટ્રેનમાં મુસાફરી દરમિયાન ધાબળા, ચાદર, ગાદલા આપવામાં આવશે નહીં. જો કે, રેલવે બોર્ડે ઘણી શ્રેણીઓને આપવામાં આવેલી છૂટ અંગે સ્પષ્ટતા કરી નથી.
  અમદાવાદ રેલવે ડિવિઝનને એક મહિનામાં થઈ 9 કરોડની આવક, જાણો નવતર પ્રયોગ

  અમદાવાદ રેલવે ડિવિઝનના રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝનમાંથી ઓક્ટોબર 2021ના મહિના દરમિયાન પાલનપુરથી હિંદ ટર્મિનલ (દિલ્હી) માટે 14 આરએમટી રેકો સાથે, કુલ 95.27 લિટર દૂધનું પરિવહન થયું, 02એનએમજી રેકો માં 450 ટન દૂધની બનાવટો અમદાવાદ ડિવિઝનના લીંચથી રંગાપાણી (ઉતર સરહદ રેલ્વે ) મોકલવામાં આવ્યું, બે વીપી રેકોના માધ્યમથી 1136 ટન દૂધની બનાવટો કટક મોકલવામાં આવી તથા 2 વીપી રેકોના માધ્યમથી 1200 ટન કોટન યાર્ન બેનાપોલ બાંગ્લાદેશને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા.
  Published by:kuldipsinh barot
  First published: