Home /News /national-international /

દેવા માફી મુદ્દે પંજાબનાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયાં: અનેક ટ્રેનો રદ

દેવા માફી મુદ્દે પંજાબનાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયાં: અનેક ટ્રેનો રદ

ખેડૂતો રેલ્વે ટ્રેક પર બેસી ગયા

ખેડૂતોની માંગમી છે કે, સરકાર સ્વામીનાથન રિપોર્ટની અમલવારી કરી અને ખેડૂતોનાં દેવા માફ કરે

    અમૃતસર: પંજાબમાં દેવા માફીનાં મુદ્દાને લઇને રસ્તા પર ઉતર્યા છે અને રેલવે પાટા પર બેસી છે. આના કારણે 22 જેટલી ટ્રેનો રદ કરવી પડી છે અને 24 અન્ય ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી છે.

    ખેડૂતોની માંગમી છે કે, સરકાર સ્વામીનાથન રિપોર્ટની અમલવારી કરી અને ખેડૂતોનાં દેવા માફ કરે. કોંગ્રેસે સત્તા પર આવતા પહેલા ખેડૂતોને તેમના દેવા માફીની વાત કરી હતી.

    ખેડૂતોનાં આ આંદોલનને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ છતા, પંજાબનાં ગામડાઓમાંથી ખેડૂતો ઉમટી પડ્યા છે અને આંદોલનમાં જોડાઇ રહ્યા છે. ખેડૂતોએ જાહેર કર્યુ છે કે, જ્યાં સુધી તેમની માગણીઓ સંતાષાશે નહીં ત્યાં સુધી તેઓ રેલવે ટ્રેક પર બેઠેલા રહેશે.

    ખેડૂતોનાં રેલવેનાં ટ્રેક પર બેઠા છે અને ખેડૂત નેતાઓ તેમને સંબોધી રહ્યા છે.

    પંજાબમાં ખેડૂતો દેવા માફી માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.


    કિશાન મજદૂર સંઘર્ષ સમિતિનાં પ્રમુખ સતનામ સિંઘ પન્નુએ જણાવ્યું કે, અમારી સરકાર પાસે ફક્ત એટલી જ માંગણી છે કે, સરકાર જે માગણીઓ સંતોષવા માટે અગાઉ રાજી થઇ હતી તેનો અમલ કરે. અમે 2-3 વખત મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘને મળ્યા પણ હવે તેમને મળવાનો કોઇ મતલબ નથી”.

    ખેડૂતોઓ કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેણે ચૂંટણીમાં આપેલા વચન પરથી ફરી ગઇ છે. ખેડૂતોનો આરોપ છે કે, બેંકો તેમને નોટિસો મોકલી રહી છે.

    આ પણ વાંચો: પંજાબમાં સીરોમણી અકાલી દળનાં સાંસદ કોંગ્રેસમાં જોડાયા

    સતનામ સિંઘે વધુમાં જણાવ્યુ કે, શેરડી પકવતા ખેડૂતોનાં 400 કરોડ રૂપિયા સરકાર પાસે છે. આ પૈસા સરકારે ખેડૂતોને વ્યાજ સહિત આપવા જોઇએ. ખેડૂતાનાં પરસેવાની કમાણી પર સરકાર બેઠી છે અને અમે દુખિયારી જિંદગી જીવી રહ્યા છીએ. ખેડૂતોએ ખેડૂત આત્મહત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

    સ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ મર્યા એ જાહેર કરવાથી આર્મીનો જુસ્સો ના ઘટે: શિવસેના
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: ખેડૂતો, પંજાબ

    આગામી સમાચાર