ચૂંટણી આચાર સંહિતા છતાં યુપીમાં રેલવેની ટિકિટ પર મોદીની તસવીર

"મેં સુપરવાઇઝરને ફરિયાદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મને ધમકાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જતા રહેવાનું કહેવાયું હતું."

News18 Gujarati
Updated: April 15, 2019, 12:19 PM IST
ચૂંટણી આચાર સંહિતા છતાં યુપીમાં રેલવેની ટિકિટ પર મોદીની તસવીર
મોદીની તસવીર સાથેની ટિકિટ બતાવી રહેલો મુસાફર
News18 Gujarati
Updated: April 15, 2019, 12:19 PM IST
બારાબંકી, ઉત્તર પ્રદેશ : થોડા દિવસ પહેલા ભારતીય રેલવેએ જાહેરાત કરી હતી કે, ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોવાથી પીએમ નરેન્દ્ર મોદીની તસવીર અને સરકારની વિવિધ સ્કિમોની માહિતી દર્શાવતી ટિકિટો પરત લેવામાં આવશે. જોકે, જાહેરાત પછી પણ ઉત્તર પ્રદેશમાં મોદીની તસવીરો સાથેની રેલવે ટિકિટ વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. રવિવારે એક પ્રવાસીને રેલવે તરફથી મોદીની તસવીર અને સરકારની વિવિધ સ્કિમોની માહિતી આપતી તસવીર આપવામાં આવી હતી.

રવિવારે બારાબંકી ખાતે એક વ્યક્તિએ રેલવેની ટિકિટ બુક કરી હતી. તંત્ર તરફથી તેને જે કાગળની ટિકિટ આપવામાં આવી હતી તેમાં નરેન્દ્ર મોદીની તસવીરની સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામ્ય) સ્કિમની માહિતી છાપવામાં આવી હતી. ટિકિટની આગળની તરફ મોદીની તસવીર અને પાછળના ભાગે સ્કિમની માહિતી આપવામાં આવી હતી.

એનડીટીવી સાથે વાતચીત કરતા મોહમ્મદ શાબ્બર રીઝવીએ જણાવ્યું કે, "મેં બારાબંકીથી વારાણસી માટે ગંગા સતલજ એક્સપ્રેસની ટિકિટ લીધી હતી. મેં જ્યારે ટિકિટ ખરીદી ત્યારે મને માલુમ પડ્યું હતું કે ટિકિટ પર મોદીની તસવીર છપાયેલી હતી."

રિઝવીએ વધુમાં જણાવ્યું હતું કે, "મને એ વાતની જાણ હતી કે હાલ આચાર સંહિતા લાગુ હોવાથી આવું કરવું યોગ્ય નથી. મેં સુપરવાઇઝરને ફરિયાદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મને ધમકાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જતા રહેવાનું કહેવાયું હતું. અંતે મેં મીડિયાના અમુક મિત્રોને આ અંગેની જાણ કરી હતી."

રિઝવીએ દાવો કર્યો હતો કે ફક્ત તેણી જ નહીં પરંતુ અન્ય મુસાફરોએ તસવીર સાથેની ટિકિટનો વિરોધ કર્યો હતો. જોકે, મીડિયા આવી પહોંચતા સુપરવાઇઝરે બચાવમાં જણાવ્યું હતું કે મોદીની તસવીર સાથેનો પેપર રોલ પ્રિન્ટરમાં ભૂલથી મૂકી દેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આ પહેલા તૃણમૃલના પ્રતિનિધિમંડળે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ રેલવેએ ખાતરી આપી હતી કે તે આચાર સંહિતાનો ભંગ થતી હશે તેવી તમામ ટિકિટો પરત લેશે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...