Video: મેટ્રો સ્ટેશન પર યુવકના ધક્કાથી મહિલા ટ્રેક પર પડી ને ત્યારે જ આવી ટ્રેન, અને પછી...

News18 Gujarati
Updated: October 20, 2019, 11:07 AM IST
Video: મેટ્રો સ્ટેશન પર યુવકના ધક્કાથી મહિલા ટ્રેક પર પડી ને ત્યારે જ આવી ટ્રેન, અને પછી...
બ્યૂનસ આયર્સના મેટ્રો સ્ટેશન પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ.

યુવકને ઝોંકું આવતા મહિલા પર પડતાં તે સીધી ટ્રેક પર પટકાઈ, ટ્રેન આવતી જોતાં પ્લેટફોર્મ પર દોડાદોડી થઈ ગઈ

  • Share this:
બ્યૂનલ આયર્સ : 'જેને રામ રાખે, તેને કોણ ચાખે' આ કહેવત તો તમે સાંભળી જ હશે. આર્જેન્ટિના (Argentina)ની રાજધાની બ્યૂનસ આયર્સ (Buenos Aires)ના મેટ્રો સ્ટેશન પર કંઈક આવી જ ઘટના તે સમયે જોવા મળી જ્યારે એક મહિલા ટ્રેક પર પડી અને ટ્રેનના પૈડા તેનાથી થોડાક ફુટ દૂર આવીને રોકાઈ ગયા. ત્યાં ઉપસ્થિત લોકોની મદદથી મહિલાને તાત્કાલિક ટ્રેકથી ઉઠાવવામાં આવી અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

મળતી જાણકારી મુજબ, બ્યૂનસ આયર્સ મેટ્રો સ્ટેશન પર શનિવારની સાંજે જ્યારે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલો એક યુવક ઊંઘમાં ઝોકું આવી જતાં પ્લેટફોર્મ પર પડી ગયો. યુવક જ્યારે પડ્યો તો પ્લેટફોર્મ પર તેની આગળ ઊભેલી એક મહિલાને ધક્કો વાગ્યો અને તે મેટ્રો ટ્રેક પર પછડાઈ ગઈ.

ટ્રેન પર ઊંચેથી પટકાવવાના કારણે તેના માથે ઈજા થઈ અને તે બેભાન થઈ ગઈ. આ દરમિયાન ત્યાં પાછળ ટ્રેન આવી રહી હતી. જ્યાં સુધી લોકો ટ્રેક પર કૂદીને મહિલાને બચાવવાનો પ્રયાસ કરતાં ત્યાં સુધી મેટ્રો ઘણી નજીક આવી ચૂકી હતી.
Loading...

મેટ્રો ટ્રેનને આવતી જોઈ ત્યાં ઊભેલા પ્રવાસીઓએ હાથ હલાવીને ટ્રેનને રોકવાના ઈશારા શરૂ કરી દીધા. પ્લેટફોર્મ પર ઊભેલા પ્રવાસીઓને જોતાં જ મેટ્રોને રોકી દેવામાં આવી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે મેટ્રો મહિલાથી થોડાક જ ફુટ પહેલા આવીને રોકાઈ ગઈ. ત્યાં હાજર લોકોની મદદથી મહિલાને તાત્કાલીક ટ્રેકથી ઉઠાવીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો,

કમલેશ તિવારી હત્યા કેસ : ગૂગલની મદદથી ઘરે પહોંચ્યા હતા હત્યારા
ભાઈને થયો સગી બહેન સાથે પ્રેમ, પત્ની બનાવી, બંને ઘરેથી ભાગી ગયા અને...
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...