કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે 12 ઓગસ્ટ સુધી બધી રેગ્યુલર રેલ સેવાઓ બંધ

News18 Gujarati
Updated: June 25, 2020, 11:13 PM IST
કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે 12 ઓગસ્ટ સુધી બધી રેગ્યુલર રેલ સેવાઓ બંધ
કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે 12 ઓગસ્ટ સુધી બધી રેગ્યુલર રેલ સેવાઓ બંધ

સ્પેશ્યલ રાજધાની/મેલ/એક્સપ્રેસ ટ્રેન જે 12 મે થી 1 જૂન વચ્ચે ચાલી રહી છે તે ચાલતી રહેશે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસના કારણે 12 ઓગસ્ટ સુધી બધી રેગ્યુલર રેલ (Train Services) સેવાઓ બંધ કરી દીધી છે. ભારતીય રેલવે (Indian Railways) તરફથી ગુરુવારે એક આદેશ જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી હતી.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે બધી સામાન્ય પેસેન્જર સર્વિસ ટ્રેન જેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેન સામેલ છે. તે 12 ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવી રહી છે. ટિકિટના કેન્સિલેશન સાથે જોડાયેલ આદેશ પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે 30 જૂન 2020 સુધી બુક કરેલ બધી ટિકિટો માટે રિફંડ કરવામાં આવશે. 1 જુલાઈ 2020થી 12 ઓગસ્ટ 2020 સુધીની બધી ટિકિટો કેન્સલ કરવામાં આવશે અને આદેશ પ્રમાણે બધાને ફૂલ રિફંડ આપવામાં આવશે. રેલવે તરફથી બતાવવામાં આવ્યું છે કે સ્પેશ્યલ રાજધાની/મેલ/એક્સપ્રેસ ટ્રેન જે 12 મે થી 1 જૂન વચ્ચે ચાલી રહી છે તે ચાલતી રહેશે.


આ પણ વાંચો - બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, 4-4 લાખ રૂપિયા સહાય આપશે રાજ્ય સરકાર

કોવિડ-19ના કારણે (Covid-19)ના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનના (Lockdown)કારણે દેશના અલગ-અલગ ભાગમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવાની સુવિધા આપવા માટે 12 મે થી 15 જોડી રાજધાની ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેન રાજ્યોની રાજધાની કે મોટા સ્ટેશનો પર ચલાવવામાં આવી હતી. આ પછી અન્ય યાત્રીઓને સુવિધા આપવા માટે એક જૂનથી 100 જોડી નોન એસી ટ્રેન ચલાવવાની શરૂ કરી હતી. જેને રેલવેએ 12 ઓગસ્ટ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
First published: June 25, 2020, 11:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading