પણજી. ગોવા (Goa)માં રેલ યાત્રા દરમિયાન પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ગોવા પાસે દૂધસાગર ધોધ (Dudhsagar waterfall)ની વચ્ચેથી નીકળતી ટ્રેનનો વિડીયો વાયરલ (Dudhsagar Waterfall Viral Video) થયો છે. આ વિડીયોને રેલ મંત્રાલય (Ministry of Railways) દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસા દરમિયાન દૂધસાગર ધોધ સ્પષ્ટ દેખાવા લાગે છે અને અહીંથી જ રેલ લાઈન પણ પસાર થાય છે, જે ગોવા અને બેંગ્લુરુને જોડે છે. આ દરમિયાન અહીંથી આ નજારો માણી શકાય છે.
રેલ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ધોધમાંથી મંડોવી નદીમાં વધુ પડતા પાણીના પ્રવાહને કારણે ટ્રેનને રોકવી પડી હતી. જોકે, આ પગલું સાવચેતી તરીકે, લેન્ડસ્કેપના દૃષ્ટિકોણથી તદ્દન દુર્લભ લાગી રહ્યું હતું. દૂધસાગર ધોધમાં પાણીનો વધતો પ્રવાહ પણ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ચોમાસા દરમિયાન વરસાદના કારણે ઝરણાંમાં પાણીનો પ્રવાહ વધે છે.
મહત્વનું છે કે, મંડોવી નદી પશ્ચિમ ઘાટથી પણજી સુધી પોતાની મુસાફરી કરે છે, ત્યારે વચ્ચે દૂધસાગર ધોધ રચાય છે. આ ધોધ ભગવાન મહાવીર સેન્ચુરી અને મોલમ નેશનલ પાર્કમાં આવેલો છે. જોકે, મંડોવી નદીનો ઉદ્ભવ કર્ણાટકના બેલાગવી જિલ્લામાં થાય છે અને ગોવાની રાજધાનીમાંથી પસાર થતાં આ નદી અરબી સમુદ્રમાં સમાઈ જાય છે. દૂધસાગર ધોધની ગણતરી ભારતના સૌથી ઊંચા ધોધમાં થાય છે. તેની ઊંચાઈ 310 મીટર છે અને સરેરાશ પહોળાઈ 30 મીટર જેટલી છે.
હાલ કોંકણ અને ગોવાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે માહિતી આપી છે કે 30 જુલાઈ અને 31 જુલાઇએ અહીં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો મારે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર