Home /News /national-international /ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા

ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા

    ઔરંગાબાદઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad)માં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

    આ તમામ પ્રવાસી શ્રમિક મજૂર મધ્ય પ્રદેશના હતા અને ટ્રેન પકડવા માટે ભુસાવળ તરફ જઈ રહ્યા હતા. તમામ મજૂર જલગાંવમાં આયરન ફોટ્રીમાં કામ કરતા હતા. ગુરુવારે પણ ઔરંગાબાદથી મધ્ય પ્રદેશની ટ્રેન ચાલી હતી. મજૂર 35-36 કિ.મી. ચાલ્યા બાદ ટ્રેક પર બદનપુર અને કરમડની વચ્ચે ઊંઘી ગયા. તમામ મધ્ય પ્રદેશ સ્થિત શહડોલના નિવાસી છે.


    આ ઘટના પર સાઉથ સેન્ટ્રલ રેલવેના પીઆરઓએ કહ્યું કે આ માલગાડીની ખાલી રેક હતી. આરપીએફ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે. વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. એસપીએ દુર્ઘટના અંગે જણાવ્યું કે, મૃતકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થતો નથી.

    આ પણ વાંચો, વિશાખાપટ્ટનમઃ ગેસ લીક થતાં રસ્તાઓ પર બેભાન પડ્યા હતા લોકો, બાળકોથી હૉસ્પિટલો ઉભરાઈ

    આ પહેલા મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ઉન્હેલ-મોહનપુરા માર્ગ પર બુધવાર વહેલી પરોઢે એક ઓવરસ્પીડ ટ્રકે રસ્તા કિનારે સૂતી એક મહિલા સહિત ત્રણ મજૂરોને કચડી દીધા હતા. લૉકડાઉનથી બેરોજગાર થયેલા આ મજૂરો સરકાર દ્વારા બસોથી જૈસલમેર (રાજસ્થાન)થી ઉજ્જૈન લાવવામાં આવ્યા હતા અને અહીંથી બીજા વાહનોમાં પોતાના ગામ મોહનપુરા તરફ જઈ રહ્યા હતા.

    આ પણ વાંચો, કોરોના સંક્રમણના ડરથી કોઈએ 20 હજાર રૂપિયા ભરેલું વૉલેટ પણ ન ઉપાડ્યું!


    First published: