અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ ડ્રાઇવરે કહ્યુ- 'મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઇ નહીં'

News18 Gujarati
Updated: October 21, 2018, 2:03 PM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ ડ્રાઇવરે કહ્યુ- 'મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઇ નહીં'
ઘટનાસ્થળની તસવીર

અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં 61 લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે.

  • Share this:
અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં 61 લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે. જીઆરપીએ ઘટના સમયે ટ્રેન ચલાવી રહેલા ડ્રાઇવર અરવિંદ કુમારની પૂછપરછ કરી હતી. કુમારે જણાવ્યું હતું કે, તેમણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. પરંતુ ટ્રેન રોકાઇ ન્હોતી અને ગુસ્સામાં આવેલા લોકો ટ્રેન ઉપર પથ્થર ફેંકવા લાગ્યા હતા.

રેલવે પ્રશાસને આપેલા લેખિત નિવેદનમાં અરવિંદ કુમારે કહ્યું હતું કે, જ્યારે ટ્રેક પાસે લોકો દેખાયા ત્યારે તેણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. સતત હોર્ન વગાડ્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ડ પ્રમાણે કુમારે કહ્યું હતું કે, "ઇમરજન્સી બ્રેગ લગાવવા છતાં પણ ટ્રેન રોકાઇ ન્હોતી. અનેક લોકો ટ્રેનના નીચે આવી ગયા હતા. ટ્રેન રોકાવાની હતી કે મોટી સંખ્યામાં લોકો પથ્થર ફેંકવા લાગ્યા હતા. જેનાથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં ટ્રેનને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો."

આ મામલામાં જીઆરપીએ ભારતીય દંડ સંહિતાની કલમ 304, 3-4 એ અને 338 અંતર્ગત મામલો નોંધાવ્યો હતો. અમૃતસર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં વોર્ડ નંબર 29થી હાજર કોર્પોરેટર વિજય મેદાનના ઘર ઉપર હુમલા પછી પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટના પહેલા કાર્યક્રમ સ્થળ ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના નેત્રી અને પૂર્વ સાંસદ નવજો કૌર સિધ્ધુ દેખાઇ રહી હતી.

ટ્રેન દુર્ઘટનામાં થોડી મિનિટો પહેલા આયોજનકોએ કહ્યું હતું કે, "મેડમ અહીં 5000થી વધારે લોકો રેલવે ટ્રેક ઉપર કાર્યક્રમ જોવા માટે ઊભા છે. આ રેલવે ટ્રેક ઉપર જો 500 ટ્રેનો પણ પસાર થઇ જાય તો પણ કોઇ જ પરવા નથી. "
First published: October 21, 2018, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading