નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)મંગળવારે ટ્રાઇના સિલ્વર જુબલી (TRAI Silver Jubilee)સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે 5G ટેસ્ટબેડ (5G Testbed)લોન્ચ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે મને દેશનો પોતાનો, પોતાનાથી નિર્મિત 5G Testbed રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. આ ટેલિકોમ સેક્ટરમાં ક્રિટિકલ અને આધુનિક ટેકનોલોજીની આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વનું પગલું છે. હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા બધા સાથીઓને, આપણા IITs ને અભિનંદન પાઠવું છું.
પોતાના સંબોધનમાં પીએેમ મોદીએ કહ્યું કે 5Gi ના રૂપમાં જે દેશ પોતાનું 5G સ્ટાન્ડર્ડ બનાવ્યું છે. તે દેશ માટે ગર્વની વાત છે. આ દેશના ગામમાં 5G ટેકલોનોજી પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવશે. આ સિવાય તેમણે કહ્યું કે 21ની સદીમાં ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિને નિર્ધારિત કરશે. જેથી દરેક સ્તર પર કનેક્ટિવિટીને આધુનિક બનાવવી જ પડશે.
પીએમ મોદીએ કહ્યું કે 5G ટેકલોનોજી દેશના ગર્વનન્સમાં ease of living, ease of doing business માં સકારાત્મક ફેરફાર લાવવાની છે. તેનાથી ખેતી, સ્વાસ્થ્ય, શિક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને logistics દરેક ક્ષેત્રમાં ગ્રોથને બળ મળશે, તેનાથી સુવિધા વધશે અને રોજગારની પણ અનેક તકો બનશે.
પીએમે કહ્યું કે આ અંદાજ છે કે આવનાર સમયમાં 5G ભારતીય અર્થવ્યવસ્થામાં 450 બિલિયન ડોલરનું યોગદાન આપશે. આ દશકના અંત સુધી આપણે 6G સેવાઓને લોન્ચ કરવામાં સક્ષમ હોવું જોઈએ. આપણી ટાસ્ક ફોર્સ તેના પર કામ કરી રહી છે.
પીએમ મોદીએ 2જીને હતાશા અને નિરાશાનો પર્પાય બતાવતા પૂર્વીવર્તી સરકારો પર પ્રહાર કર્યો અને કહ્યું કે તે કાલખંડ ભ્રષ્ટાચાર અને નીતિગત પંગુતા માટે ઓળખાય છે. તેમણે કહ્યું કે આ પછી 3જી, 4જી, 5જી અને 6જી તરફ તેજીથી આપણે પગલાં ભર્યા છે. આ ફેરફાર ઘણો આસાની અને પારદર્શિકાથી થયો જેમાં ટ્રાઇએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર