સરકાર તમારો ફોન ટેપ કરે છે ? આ માહિતી RTI હેઠળ માંગી શકાય: કોર્ટ

માહિતી આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) બંધાયેલું છે

માહિતી આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) બંધાયેલું છે

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે, જો કોઇ વ્યક્તિ એવું જાણવા માંગે કે સરકાર કોઇ કારણોસર તેનો ફોન ટેપ કરે છે? તો તે માહિતી આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) બંધાયેલું છે.

  ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતે આ ચુકાદો આપ્યો હતો. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને આ પહેલા ચુકાદો આપ્યો હતો તેની સામે ટ્રાઇ દિલ્હી હાઇકોર્ટમાં ગઇ હતી અને આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રકારનો ચુકાદો આપ્યો હતો.

  આ કેસ સુપ્રીમ કોર્ટના વકીલ કબીર શંકરે ફાઇલ કર્યો હતો. તેમણે વોડાફોન પાસેથી એવી માહિતી માંગી હતી કે, શું તેમનો ફોન સરકાર દ્વારા ટેપ કરવામાં આવી રહ્યો છે કે નહીં ?

  જો કે, વોડાફોને આ માહિતી આપવાની ના પાડી દીધી હતી. વોડાફોને એવી દલીલ કરી હતી કે, એ માહિતી આપી શકે નહીં કેમ કે, તે જાહેર સત્તામંડળ નથી પણ ખાનગી સંસ્થા છે. આ પછી કબીર શંકરે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં અપીલ દાખલ કરી હતી. જેમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને ટ્રાઇને આ માહિતી આપવા માટે આદેશ કર્યા હતા.

  ટ્રાઇને આદેશ આપવામાં આવ્યો હતો કે, તે વોડાફોન પાસેથી માહિતી મેળવીને અરજદારને આ માહિતી આપે. જો કે, ટ્રાઇ (TRAI)એ આ માહિતી આપવાને બદલે આ કેસને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેણે એવી દલીલ કરી હતી કે, જે વિગતો માગવામાં આવી છે તે તેના રેકોર્ડનો ભાગ નથી અને તેથી તે માહિતી તે આપી શકે તેમ નથી. જો કે, કોર્ટે કહ્યુ કે, ટ્રાઇ એ જાહેર સત્તામંડળની વ્યાખ્યામાં આવે છે અને તેથી તેણે માગેલી માહિતી ભેગી કરીને આપવાની તેની જવાબદારી છે. કાયદાકીય રીતે તે ખાનગી સંસ્થા પાસેથી મેળવીને અરજદારને આપવા માટે બંધાયેલી છે.
  Published by:Azhar Patangwala
  First published: