Home /News /national-international /કરૂણ ઘટના : 3 સગી બહેનો અને બે બાળકો સહિત 5ની કૂવામાંથી મળી લાશ, 2 દિવસથી હતા ગુમ

કરૂણ ઘટના : 3 સગી બહેનો અને બે બાળકો સહિત 5ની કૂવામાંથી મળી લાશ, 2 દિવસથી હતા ગુમ

જયપુર વિસ્તારમાં ત્રણ સગી બહેનોએ બાળકો સાથે આપઘાત કર્યો

આ ઘટના બાદ આખા ગામમાં એવી ચર્ચા ચાલી હતી કે, ત્રણેય બહેનોએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કેમ કરી? ગામમાં જ એક ખેતરમાં આવેલા કૂવામાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા હતા.

જયપુર : રાજસ્થાન (Rajasthan) ની રાજધાની જયપુર (Jaypur) જિલ્લાના દડુ પોલીસ સ્ટેશન (Dudu police Station) વિસ્તારમાં કુવામાંથી 5 મૃતદેહ (5 bodies were found in a well) મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. 3 મહિલાઓ અને 2 બાળકોના આ મૃતદેહોને ગ્રામજનોએ તરત જ ઓળખી કાઢ્યા હતા. આ તમામ ત્રણ સગી બહેનો અને તેમના બે બાળકોના મૃતદેહ હતા, જેઓ બે દિવસ પહેલા ગામમાંથી ગુમ થયા હતા. કૂવામાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જનપ્રતિનિધિઓ પણ ત્યાં આવી ગયા હતા. આખું ગામ કૂવા પાસે ભેગું થયું. આ ઘટના બાદ આખા ગામમાં એવી ચર્ચા ચાલી હતી કે, ત્રણેય બહેનોએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કેમ કરી?

પોલીસ દરેક એન્ગલથી કરી રહી તપાસ

પોલીસે મૃતદેહોને બહાર કાઢ્યા અને ત્યારબાદ તેને મુર્દાઘરમાં રાખવામાં આવ્યા છે. આ અંગે દડુ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસના આધારે હાલમાં તેને આત્મહત્યા માનવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે.

બે દિવસ પહેલા ગુમ થયા હતા

દુડુ પોલીસે જણાવ્યું કે, બે દિવસ પહેલા બપોરે એક જ પરિવારના પાંચ સભ્યો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામમાંથી ગુમ થયા હતા. જેમાં 27 વર્ષીય કાલુ દેવી મીના, 23 વર્ષીય મમતા મીના, નાની બહેન 20 વર્ષીય કમલેશ મીના હતા. ત્રણેય બહેનો તેમના ચાર વર્ષના બાળક અને બીજા વીસ દિવસના બાળકને લઈને બપોરે બજારમાં જવાનું કહીને નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત આવી ન હતી. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. રાત સુધી તે પરત ન આવતાં પોલીસ અને જનપ્રતિનિધિઓને જાણ કરવામાં આવી હતી. મામલો ગંભીર હોય પોલીસે સમગ્ર શહેરમાં ફોટા પણ ફરતા કર્યા હતા. શોધખોળ ચાલુ હતી કે, શનિવારે સવારે ગામમાં જ એક ખેતરમાં આવેલા કૂવામાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા હતા.

આ પણ વાંચોફરી પ્રેમને મળી સજા! અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમમાં પડવા બદલ યુવકની નિર્દયતાથી હત્યા

કૂવામાંથી આ લોકોની મળી લાશ

27 વર્ષીય કાલુદેવી પત્ની નરસિંહ લાલ
23 વર્ષની મમતા દેવી પત્ની જગદીશ ઉર્ફે ગોરુ
20 વર્ષીય કમલેશ દેવી પત્ની મુકેશ
4 વર્ષનો ખુશ
26 દિવસનું નવજાત
First published:

Tags: Crime in Rajasthan, Rajasthan news, Rajasthan police, Suicide case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો