Home /News /national-international /

કરૂણ ઘટના : પતિ-પત્ની સહિત એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર

કરૂણ ઘટના : પતિ-પત્ની સહિત એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર

બિહારમાં એક જ પરિવારના પાંચ લોકોનો આપઘાત

પોલીસના જમાવ્યા અનુસાર, બિહાર (Bihar) ના સમસ્તીપુર (Samastipur) જિલ્લામાં મૌના વોર્ડ નંબર 4માં રહેતા મનોજ ઝા (42 વર્ષ), તેની પત્ની સુંદરમણી દેવી (38 વર્ષ), માતા સીતા દેવી (65 વર્ષ), પુત્ર સત્યમ (10 વર્ષ) અને શિવમે (7 વર્ષ) ધનેશપુર દક્ષિણ ગામમાં સામૂહિક આપઘાત (Mass Suicide) કર્યો હતો

વધુ જુઓ ...
    સમસ્તીપુર. બિહાર (Bihar) ના સમસ્તીપુર (Samastipur) જિલ્લામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા (Mass Suicide) કરી લીધી છે. આ ઘટના વિદ્યાપતિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મૌ ધનેશપુર દક્ષિણ ગામની છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકોમાં પતિ, પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. રવિવારે સવારે જ્યારે પાડોશીઓએ ઘરની અંદર જોયું તો ત્યાં પાંચ લોકો ફાંસો ખાધેલી હાલતમાં હતા. આ પછી આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા. પડોશીઓ અનુસાર, આ પરિવારે આર્થિક અણબનાવના કારણે આ પગલું કહેવામાં ભર્યું હોય તેવો અણસાર છે.

    માહિતી મળતાં જ ડીએસપી દિનેશ કુમાર પાંડેના નેતૃત્વમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૌના વોર્ડ નંબર 4માં રહેતા મનોજ ઝા (42 વર્ષ), તેની પત્ની સુંદરમણી દેવી (38 વર્ષ), માતા સીતા દેવી (65 વર્ષ), પુત્ર સત્યમ (10 વર્ષ) અને શિવમે (7 વર્ષ) ધનેશપુર દક્ષિણ ગામમાં સામૂહિક આપઘાત કર્યો હતો. એક સાથે પરિવારના પાંચ સભ્યોના આપઘાતના પગલે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

    આ ઘટનાની માહિતી મળતાં જ શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. રેશનકાર્ડમાંથી નામ હટાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, તેમને આની જાણ નથી.

    આ પણ વાંચોદુબઈથી ચેન્નાઈ પહોંચેલા પ્લેનના ટોઈલેટમાંથી મળ્યું 9 કિલો Gold, કિંમત 4.21 કરોડ રૂપિયા

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આવેલા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદમાં એક કમકમાટીભરી ઘટના બની હતી. અહીં થરાદ નજીક નર્મદા કેનાલમાં પતિ પત્નીએ (husband wife) બે બાળકીઓ સાથે મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અને ફાયરની (Fire brigade) ટીમ ઘટના સ્થળે પહોંચીને ચારે લોકોના મતૃદેહને શોધવાની કામગીરી શરૂ કરી હતી. અને થોડા કલાકોની મહેનતબાદ તમામના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે ચારેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમમાં મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bihar Crime, Bihar News, Family suicide, Mass Suicide

    આગામી સમાચાર