કરુણ ઘટના! હોસ્પિટલોના લગાવ્યા ચક્કર, ન મળી સારવાર, રીક્ષામાં જ પતિના ખોળામાં પત્નીએ તોડ્યો દમ

કરુણ ઘટના! હોસ્પિટલોના લગાવ્યા ચક્કર, ન મળી સારવાર, રીક્ષામાં જ પતિના ખોળામાં પત્નીએ તોડ્યો દમ
પ્રતિકાત્મક તસવીર

મહિલાને શ્વાંસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પતિ અને પરિવાર અન્ય સભ્યો રીક્ષામાં લઈને ચાર ખાનગી હોસ્પિટલ ગયા હતા. દરેક જગ્યાએ જગ્યા ન હોવાના કારણે ના પડી દીધી હતી.

  • Share this:
    આગ્રાઃ અત્યારે કોરોના (coronavirus) કપરા સમયમાં ઠેક ઠેકાણે સ્વજનોની નજર સામે જ કોરોના દર્દીઓના (corona patient) મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં (hospital) જગ્યા નથી મળી રહી તો હોસ્પિટલોમાં ઓક્સીજન (oxygen) નથી મળી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના (Uttar pradesh) આગ્રામાં પણ આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પતિ પોતાની પત્નીને (wife) રીક્ષામાં લઈને હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યો હતો. પરંતુ સમયસર સારવાર ન મળવાના કારણે મેડિકલ પહોંચતા જ પત્નીએ પતિના ખોળામાં દમ તોડ્યો હતો.

    ઉખર્ચા રોડ નિવાસી મહિલાને બુધવારે શ્વાંસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પતિ અને પરિવાર અન્ય સભ્યો રીક્ષામાં લઈને ચાર ખાનગી હોસ્પિટલ ગયા હતા. દરેક જગ્યાએ જગ્યા ન હોવાના કારણે ના પડી દીધી હતી.



    સાંજે આશરે પાંચ વાગ્યે મહિલાને એસએન મેડિકલ કોલેજમાં દાખલ કરાવવા પહોંચ્યા હતા. જોકે, દાખલ કરાવતા પહેલા જ પતિના ખોળામાં જ પત્નીએ દમ તોડી દીધો હતો. અને ઓટોમાંથી ઉતારી પણ ન જઈ શકે. પરિજનો મહિલાને લઈને ઘરે પરત ફર્યા હતા.

    આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

    આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

    પુત્રીના લગ્ન પહેલા જ પિતાનું મોત
    બાહ વિસ્તારમાં ઘરમાં પુત્રીના સાત મેના દિવસે લગ્ન થવાના હતા. જેમાં 48 વર્ષીય પિતાનું કોરોનાથી મોત થયું હતું. આનાથી લગ્નની ખુશીઓની જગ્યાએ માતમ છવાયો હતો. પરિવારજનોએ અત્યારે લગ્ન ટાળી દીધા હતા.



    બાહના એક ગામના પરિવાર સાત મેના દિવસે થનારી હતી. લગ્નની તૈયારીમાં લાગ્યા હતા. બીજી તરફ પિતા બીમાર હતા. જ્યાં કોરોનાની પુષ્ટી થતાં પરિજનોએ ગ્વાલિયરની એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર જ નહીં આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું.
    Published by:ankit patel
    First published:May 06, 2021, 21:13 pm

    ટૉપ ન્યૂઝ