Home /News /national-international /ચકચારી કિસ્સો : લિવ ઇનમાં રહેતા યુગલે 21માં માળેથી કૂદીને કર્યુ મોતને વહાલું

ચકચારી કિસ્સો : લિવ ઇનમાં રહેતા યુગલે 21માં માળેથી કૂદીને કર્યુ મોતને વહાલું

નોઈડામાં કપલે 21મા માળેથી લગાવી મોતની છલાંગ

દિલ્હી (Delhi) નોઈડા (noida) માં રહેતા કપલે (Couple) કોઈ સુસાઈડ નોટ છોડી નથી. આપઘાત (Suicide) કરતા પહેલા બંનેએ પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો

નોઇડા (Noida City)માં ગૌતમ બુદ્ધ નગરના પોલીસ સ્ટેશન બિસરખ વિસ્તારના ગૌર સિટી સોસાયટીના 14 એવન્યુના રહેવાસી એક એન્જિનિયર અને તેના મિત્રએ શુક્રવારે કથિત રીતે 21મા માળેથી છલાંગ (couple commits suicide by jumping) લગાવી હતી. જેના કારણે બંનેનું મોત થયું હતું. કથિત આત્મહત્યાની આ ઘટના સાંજે 4 વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે (Noida Police) ઘટનાસ્થળે પહોંચીને બંનેના મૃતદેહને કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બંને પરસ્પર સંમતિથી લિવ-ઇનમાં રહેતા હતા. પોલીસે આ ઘટના અંગે બંનેના પરિવારજનોને જાણ કરી છે.

પોલીસ કમિશનર આલોક સિંહના મીડિયા ઈન્ચાર્જ પંકજ કુમારે જણાવ્યું કે, શુક્રવારે સાંજે પોલીસ સ્ટેશન બિસરખને આ ઘટનાની જાણકારી મળી હતી. તેમણે જણાવ્યું કે, ગૌર સિટી સોસાયટીના 14મા એવન્યુના 21મા માળેથી કૂદી ગયેલા એન્જિનિયર યુવકની ઓળખ સચિન કુમાર, અજય કુમાર (28 વર્ષ)ના પુત્ર તરીકે થઈ છે. તે ગાઝિયાબાદના સેક્ટર 9, નવા વિજયનગરમાં રહે છે. જ્યારે યુવતીની ઓળખ કુમારી પ્રાચી (ઉંમર 28 વર્ષ) તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ફ્લેટનો દરવાજો અંદરથી બંધ

તેણે કહ્યું કે, તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બંને પરસ્પર સહમતિથી સાથે રહેતા હતા. બનાવ અંગે યુવક અને યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. જો પરિવારજનો આ મામલે કોઈ ફરિયાદ કરશે તો પોલીસ આગળની કાર્યવાહી કરશે. બંનેએ કોઈ સુસાઈડ નોટ છોડી નથી. આપઘાત કરતા પહેલા બંનેએ પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

આ પણ વાંચોBig Accident: લગ્નમાં જતા સમયે કાળ ભરખી ગયો, અકસ્માતમાં એક જ પરિવારના 6ના મોત

પતંગ ચગાવતા બાળકનું પટકાતા મોત

નોઈડામાં તાજેતરના દિવસોમાં આવા અકસ્માતો વધી ગયા છે. ગયા વર્ષે નોઈડાના સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારના છલેરા ગામનો રહેવાસી અને 12 વર્ષિય કિશોર પતંગ ઉડાવતી વખતે છત પરથી નીચે પડી ગયો હતો. તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
First published:

Tags: Delhi News, Greater Noida, Noida, Noida police

विज्ञापन