મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના જલગાંવ (Jalgaon)માં સોમવાર સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત (Road Accident)માં 15 શ્રમિકોનાં મોત થયા છે. મળતા રિપોર્ટ મુજબ જલગાંવના યાવલની પાસે પપૈયાથી ભરેલી ટ્રક પલટી (Truck Overturned) ગઈ, જેના કારણે આ કરૂણ ઘટના બની છે. પપૈયાથી ભરેલી ટ્રક ધૂલેથી રાવેલ તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાશોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું. દુર્ઘટનાના કારણો વિશે હજુ જાણી શકાયું નથી.
મળતી જાણકારી મુજબ, જલગાંવમાં સોમવારની સવારે પપૈયાથી ભરેલી એક ટ્રક રાવેલ તરફ જઈ રહી હતી. ટ્રક યાવલ પાસે જ પહોંચી હતી કે તે અનિયંત્રિત થઈને પલટી ગઈ. ટ્રક પલટતાં જ જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ ટ્રકમાં કેટલાક શ્રમિકો પણ બેઠા હતા. દુર્ઘટના એટલી જોરદાર હતી કે ટ્રકમાં સવાર તમામ 15 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
ટ્રક પલટી ગઈ હોવાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી શ્રમિકોને ટ્રકથી બહાર કાઢ્યા. પ્રારંભિક તપાસમાં લાગે છે કે ટ્રકના ડ્રાઇવરને ઝોંકું આવી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના બની છે. પોલીસે તમામ શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
રવિવારે આંધ પ્રદેશ ટ્રક-બસ અકસ્માતમાં થયા હતા 14 લોકોનાં મોત
ઉલ્લેખનીય છે કે, રવિવાર વહેલી પરોઢે આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના કુરનુલ જિલ્લા (Kurnool district)ના વલ્દુરતી મંડલના મદારપુર ગામની પાસે રવિવાર સવારે બસ અને ટ્રકની વચ્ચે ભીષણ ટક્કર (Bus Truck Accident)માં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા હતા, જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ, ઘાયલોને સરકારી જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુરનૂલના પોલીસ અધીક્ષક (SP)એ જણાવ્યું કે દુર્ઘટના સમયે વાહનમાં 18 લોકો સવાર હતા. આ દુર્ઘટના કુરનૂલથી લગભગ 25 કિલોમીટરના અંતર પર સ્થિત મદાપુરમની પાસે વેલદુર્તી મંડળમાં રવિવાર વહેલી પરોઢે 4 વાગ્યે થયો. આ દુર્ઘટનામાં ડ્રાઇવરનું પણ મોત થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર