Home /News /national-international /દિલ્હીમાં ભયાનક દુર્ઘટના: મચ્છર મારવાની અગરબત્તીથી દમ ઘુટાવાના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત

દિલ્હીમાં ભયાનક દુર્ઘટના: મચ્છર મારવાની અગરબત્તીથી દમ ઘુટાવાના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત

દિલ્હીમાં એક જ પરિવારના છ લોકોના મોત

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રાતમાં ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દીધી હતી. તેનાથી રુમમાં ધુમાડો ભરાઈ ગયો અને સુઈ રહેલા લોકોના દમ ઘુટાયા.

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે એક પરિવારના 6 લોકો પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 3 ગંભીર રીતે બેભાન અવસ્થામાં મળી આવતા તેમને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે લોકોના મોત થયા છે, તેમાં 4 પુરુષ, 1 મહિલા અને એક દોઢ વર્ષના બાળક પણ સામેલ છે. ડીસીપી નોર્થ ઈસ્ટનું કહેવું છે કે, આ દુર્ઘટના મચ્છરવાળી અગરબત્તી સળગાવ્યા બાદ આગ લાગવવાથી થઈ હતી. આગ લાગવાથી ઘરમાં ઘુમાડો ભરાઈ ગયો હતો અને તેનાથી કાર્બન મોનોક્સાઈડના કારણે સુઈ રહેલા લોકોનો દમ ઘુટાયો અને તેમના મોત થઈ ગયા.



આ પણ વાંચો: VIDEO: ખેડૂતે કાશીના અનમોલ ટામેટાની ખેતી કરી, એક વિઘામાં 6 ક્વિન્ટલ ટામેટાનું કર્યું ઉત્પાદન

ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપીના જણાવ્યા અનુસાર, જે 2 લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે, તેમાંથી એક 15 વર્ષની છોકરી, એક 45 વર્ષનો શખ્સ સામેલ છે. દુર્ઘટના બાદ હોસ્પિટલ લાવવામાં આવેલા 22 વર્ષના યુવકને પ્રાથમિક ઉપચાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રાતમાં ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દીધી હતી. તેનાથી રુમમાં ધુમાડો ભરાઈ ગયો અને સુઈ રહેલા લોકોના દમ ઘુટાયા.


ઘટનાની જાણકારી પોલીસને શુક્રવારે સવારે મળી. સૂચના મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે આવી અને તમામ લોકોને હોસ્પિટલે લઈ ગયા, જ્યાં ડોક્ટર્સે 6 લોકોને મૃત જાહેર કર્યા. મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવી હતી.



ઘટનાસ્થળ પર પોલીસ ટીમ અને ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતક પરિવારના વડા હસમત અલીનો પરિવાર રાતના સમયે સુતી વખતે પોતાના ઘરમાં મચ્છર ભગાવતી અગરબત્તી સળગાવી રાખી હતી. આ દરમ્યાન ઘરની અંદર તમામ દરવાજા અને બારીઓ બંધ કરી દીધી હતી. જેનાથી તમામ મચ્છર મરી જાય. પણ ઘરની અંદર કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરાઈ ગયો. જે બાદ લોકોનો દમ ઘુંટાતા બેભાન થઈ ગયા. આ દરમિયાન રજાઈમાં આગ લાગી ગઈ. ઘરમાં સુતેલા લોકો પહેલાથી બેભાન અવસ્થામાં હતા. જેના કારણે તેઓ બહાર ભાગી શક્યા નહીં અને જોતજોતામાં આગ ફેલાઈ ગઈ. ઘટનાસ્થળ પર પરિવારના 6 લોકોના મોત થઈ ગયા.
First published:

Tags: Delhi Fire