Home /News /national-international /Traffic rules: ટ્રાફિકના આ નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે થશે સસ્પેન્ડ, સરકારે આપી માહિતી
Traffic rules: ટ્રાફિકના આ નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે થશે સસ્પેન્ડ, સરકારે આપી માહિતી
આ કેસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ શકે છે સસ્પેન્ડ (ફાઇલ તસવીર)
Updated Traffic Fine: તાજેતરમાં જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયે (Ministry of Road Transport and Highways) ટ્રાફિક ભંગના અમુક એવા નિયમ વિશે જણાવ્યું છે જેનો ભંગ થવા પર ત્રણ મહિના માટે તમારું લાઇસન્સ સ્પેન્ડ અથવા તો જપ્ત થઈ શકે છે.
નવી દિલ્હી: લોકોની સલામતી માટે ટ્રાફિકના નિયમો (Traffic rules in India) બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવામાં આવે તો જે તે વાહન ચાલકને દંડ (Traffic fine) ફટકારવામાં આવે છે. અમુક કિસ્સામાં વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving licence) પણ જપ્ત કે સસ્પેન્ડ કરવામાં આવે છે. તાજેતરમાં જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયે (Ministry of Road Transport and Highways) ટ્રાફિક ભંગના અમુક એવા નિયમ વિશે જણાવ્યું છે જેનો ભંગ થવા પર ત્રણ મહિના માટે તમારું લાઇસન્સ સ્પેન્ડ અથવા તો જપ્ત થઈ શકે છે. સાથે જ મંત્રાલય તરફથી તમામ લોકને ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
ત્રણ મહિના સુધી સસ્પેન્ડ થઈ શકે છે ડ્રાઇવિંગ લાઇસન્સ
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયના ટ્વીટ પ્રમાણે જો કોઈ વાહન ચાલક નિર્ધારિત ગતિ મર્યાદાનો ભંગ (Over speeding) કરે છે, ચાલુ વાહનો મોબાઇલ (Speaking on the phone while driving) પર વાતચીત કરે છે, સિગ્નલ (Jump red signal) તોડે છે અથવા માલવાહક વાહનોમાં પેસન્જર્સ બેસાડે છે તો આવા કેસમાં ડ્રાઇવરનું લાઇસન્સ ત્રણ મહિના સુધી જપ્ત કે પછી સસ્પેન્ડ થઈ શકે છે. મંત્રાલય તરફથી વીડિયો જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ મંત્રાલયે તમામ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે.
ગુજરાત સરકારે સપ્ટેમ્બર 2019માં કેન્દ્ર સરકાર તરફથી ટ્રાફિક નિયમ ભંગ માટે સૂચવેલી જોગવાઈનો સ્વીકાર કર્યો હતો. જોકે, તેમાં અનેક દંડ એવા હતા જેની રકમમાં ગુજરાત સરકાર તરફથી ઘટાડો કરાયો હતો. જોકે, ઘટાડા બાદ પણ મોટાભાગના દંડની રકમ બેગણી કે તેનાથી વધારે વધી ગઈ હતી. ગુજરાતમાં ટ્રાફિકનો કયો નિયમ તોડવા પર કેટલો દંડ થાય છે તેની વિગત જોઈએ.
હેલ્મેટ વગર વાહન ચલાવવું: આ માટે રૂ. 500 રૂપિયા દંડ વસૂલ કરાશે. સપ્ટેમ્બર 2019 પહેલા આ રકમ 100 રૂપિયા હતી. કેન્દ્રએ હેલ્મેટ વગર વાહન ચલાવવા માટે 1,000 રૂપિયાનો દંડ સૂચવ્યો હતો.
સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવું: આ માટે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્રએ આ માટે 1,000 રૂપિયાના દંડની ભલામણ કરી હતી.
આર.સી. બુક સાથે ન હોવી: આ માટે પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. વાહન ચાલકો ડીજી લોકર (Digi Locker) અને પરિવહન (Parivahan App)ની એપ્લિકેશનમાં પણ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રાખી શકે છે.
લાઇસન્સ ન હોવું: આ માટે 3,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો આ વાહન બીજાનું હશે તો તેને પણ એટલો જ દંડ થશે. આવા કેસમાં ટુ-વ્હીલર માટે 2,000 અને તેનાથી ઉપરના વાહનો માટે 3,000 રૂપિયાના દંડની જોગવાઈ છે.
મોબાઇલ પર વાત કરવી: ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા પકડાશો તો 500 રૂપિયા દંડ વસૂલ કરી શકાશે. જો આ વ્યક્તિ બીજી વખત આવી રીતે પકડાશે તો તેની પાસેથી 1,000 રૂપિયા દંડ વસૂલ કરાશે.
ભયજનક રીતે વાહન ચલાવવું: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના કેસમાં 1,500 રૂપિયા, મોટર કાર માટે 3,000 રૂપિયા અને ભારે વાહનના કેસમાં 5,000 રૂપિયાનો દંડ થશે.
પૂર ઝડપે વાહન ચલાવવું: પૂર ઝડપે વાહન ચલાવવા બદલ ટુ-વ્હીલર માટે 1,500 મોટર કાર માટે 3,000 અને ભારે વાહનો માટે 4,000 રૂપિયા દંડ કરાશે.
ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર