Home /News /national-international /તમારા બાળકને વાહન સોંપી દેતા પહેલા ટ્રાફિકનાં આ નિયમો જાણી લેજો, થશે તગડો દંડ અને ત્રણ વર્ષની જેલ
તમારા બાળકને વાહન સોંપી દેતા પહેલા ટ્રાફિકનાં આ નિયમો જાણી લેજો, થશે તગડો દંડ અને ત્રણ વર્ષની જેલ
ટ્રાફિક નિયમો જાણવા જરૂરી
માતા-પિતા તેમના બાળકને પુખ્ત થાય તે પહેલા જ વાહન શીખવવાનું શરૂ કરે છે, જે કાયદાની દૃષ્ટિએ ખોટું અને બેજવાબદારીપૂર્ણ પગલું છે. જો કોઈ સગીર બાળક વાહન ચલાવતા પકડાય તો કડક ચલણ અને જેલની જોગવાઈ છે.
ટ્રાફિકના નિયમોઃ ગામ હોય કે શહેર, જ્યારે તમારા ઘરમાં વાહન હોય ત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો શોખ નાનપણથી જ થવા લાગે છે. ઉપરથી આજના બાળકો ટેક્નોલોજીથી ઘેરાયેલા હોવાને કારણે ખૂબ જ ત્વરિત શીખનાર સ્વભાવના છે. કેટલીકવાર એવું પણ જોવા મળે છે કે, માતા-પિતા તેમના બાળકને પુખ્ત થાય તે પહેલા જ વાહન શીખવવાનું શરૂ કરે છે, જે કાયદાની દૃષ્ટિએ ખોટું અને બેજવાબદારીપૂર્ણ પગલું છે. જો કોઈ સગીર બાળક વાહન ચલાવતા પકડાય તો કડક ચલણ અને જેલની જોગવાઈ છે.
25,000નો દંડ
જો કોઈ બાળક જેની ઉંમર 18 વર્ષ ન થઈ હોય અને જો તે વાહન ચલાવતા પકડાય અને તેની પાસે લર્નિંગ લાયસન્સ પણ ન હોય, તો મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 199A હેઠળ જેના નામે વાહન નોંધાયેલ છે, તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે.
મોટર વાહન અધિનિયમ મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક માન્ય લાયસન્સ વિના 50cc કરતાં વધુ એન્જિનવાળું વાહન ન ચલાવી શકે. જો વાહનના એન્જિનની પાવર કેપેસિટી 50ccથી વધુ હોય તો તેની પાસે લર્નિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તે જ સમયે, કોઈપણ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચલાવી શકે છે. આના માટે કોઈપણ પ્રકારના લાયસન્સ કે રજીસ્ટ્રેશનની જરૂર નથી, પરંતુ જો બાળક ખૂબ નાનું હોય અને વાહન ચલાવી શકતું ન હોય, તો તે માતા-પિતાની જવાબદારી બને છે કે, તે બાળકની સલામતી તેમજ અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખે. જ્યાં સુધી બાળક કાયદા દ્વારા નિર્ધારિત વય મર્યાદાને ઓળંગી ન જાય ત્યાં સુધી તેને વાહન ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર