ટ્રાફિક પોલીસને કારની બોનેટ પર એક કિલોમીટર કિમી ઘસેડ્યો, જુઓ વાયરલ વીડિયો

Viral Video: ટ્રાફિક પોલીસને બોનેટ પર ઘસડીને લઈ જતાં કારચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા

Viral Video: ટ્રાફિક પોલીસને બોનેટ પર ઘસડીને લઈ જતાં કારચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા

 • Share this:
  નાગપુરઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)થી એક ચોંકાવનારો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલ (Traffic Police personnel)ને એક શખ્સ કારની બોનેટ પર લગભગ એક કિલોમીટર સુધી ઘસેડીને લઈ જતો જોવા મળી રહ્યું છે. નાગપુર પોલીસ (Nagpur Police)ના જણાવ્યા મુજબ, જ્યારે કોન્સ્ટેબલે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે અચાનક કાર સ્ટાર્ટ કરી દીધી અને કોન્સ્ટેબલ કારની બોનેટ પર ઘસડાતો ગયો. આ દરમિયાન રસ્તા પર જતાં અન્ય વાહન ચાલકો પણ ઘાયલ થયા છે.

  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારબાદ વીડિયોને નાગપુર પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કારચાલક પોતાની કારની બોનેટ પર ટ્રાફિક પોલીસને ઘસડીને લઈ જઈ રહ્યો છે.

  આ પણ વાંચો, જેને ભિખારી સમજીને શોરૂમની બહાર તગેડ્યો, તેણે 12 લાખની બાઇક ખરીદી આપ્યો મોટો આંચકો

  પોલીસના જણાવ્યા મુજબ, વીડિયો નાગપુરના સક્કરદારો છે. ટ્રાફિક કોન્સ્ટેબલ અમોલ ચિદંબર પોતાની ડ્યૂટી કરી રહ્યા હતા અને ટ્રાફિકનું નિયંત્રણ કરી રહ્યા હતા. રવિવાર સાંજે લગભગ પાંચ વાગ્યે વિન્ડશીલ્ડ પર ટિન્ટેડ ગ્લાસની સાથે એક કાર જોવા મળી. તેઓએ કારને રોકવાનો ઈશારો કર્યો પરંતુ કારચાલકે બ્રેક મારવાને બદલે વધુ ઝડપથી કાર આગળ દોડાવી દીધી. જેના કારણે ત્યાં ઊભેલા ટ્રાફિક કોન્સ્ટેબલ બોનેટ પર ફસાઈ ગયા અને કારચાલક તેમને એક કિલોમીટર સુધી ઘસડીને લઈ ગયો.

  આ પણ વાંચો, 1 ડિસેમ્બરથી થવાના છે આ 5 મોટા ફેરફાર, ATMથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ

  પોલીસે જાહેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક કોન્સ્ટેબલ બોનેટ પર ઘસડીને કારચાલક ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર જઈ રહેલા અન્ય વાહનોને પણ તે અડફેટે લે છે. પોલીસના જણાવ્યા મુજબ, કાર ચાલક એક કુખ્યાત બદમાશ છે. તેની વિરુદ્ધ આઇપીસીની કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: