જીવ બચાવવા માટે જંપ કરી કારના બોનેટ ઉપર ચડ્યો ટ્રાફિક પોલીસ, કાર સાથે 400 મિટર સુધી લટક્યો

ઘટના સ્થળની તસવીર

ફેન્સી નંબર પ્લેટની આઈ 20 કારને આવતા જોઈએને ટ્રાફિક પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. 22 વર્ષીય યુવકે કાર રોકવાના બદેલે તેના ઉપર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હીના કેન્ટ વિસ્તારમાં કાર ચલાવી રહેલા યુવકને ટ્રાફિક પોલીસ (traffic police) કચડવાની કોશિશ કરવામાં આવી હતી. સિપાહીએ પોતાને બચાવવા માટે જંપ લગાવીને કારના બોનેટ ઉપર ચડી ગયો હતો. આમ છતાં આરોપી ડ્રાઈવરે કાર (car driver) રોકવાના બદલે ફૂલ સ્પીડમાં કાર (fullspeed car) ભગાવી હતી. કાર ડ્રાઈવરે આશરે 400 મિટર સુધી પોલીસ કર્મચારીને ફેરવતો રહ્યો હતો.

  ત્યારબાદ જિંગજેંગ કરીને કાર ઉપરથી ટ્રાફિક પોલીસ કર્મચારીને નીચે પાડવાની પણ કોશિશ કરી હતી. પોલીસે લોકોની મદદથી આરોપી ડ્રાઈવરને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કારની ફેન્સી નંબર પ્લેટ જોઈને ટ્રાફિક પોલીસકર્મીએ કાર ચાલકને કાર ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તેણે કાર રોકવાના બદલે ટ્રાફિક પોલીસને કચડવાની કોશિશ કરી હતી.

  શું છે આખો મામલો?
  મહિપાલ સિંહ દિલ્હી કેન્ટ ટ્રાફિક સર્કલમાં તૈનાત છે. સોમવારે તેમની ડ્યૂટી ધૌલાકુવામાં હતી. સાંજ 5 વાગ્યે તિલક નગર જતા રસ્તા ઉપર ફેન્સી નંબર પ્લેટની આઈ 20 કારને આવતા જોઈએને ટ્રાફિક પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, કારને ઉત્તમ નગર નિવાસી 22 વર્ષીય શુભમ કાર ચલાવી રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ દિવાળી-નવરાત્રી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, જાણો આજના નવા ભાવ, આગળ શું થશે?

  શુભમની સાથે તેનો મિત્ર ઉત્તમ નગર નિવાસી રાહુલ પમ હાજર હતો. શુભમે જણાવ્યું કે સિપાહીએ બોનેટને ઉપર જંપ લગાવ્યા બાદ તે ડરી ગયો હતો. એટલા માટે તે કારને ભગાવવા લાગ્યો હતો. શુભમે કારને આશરે 400 મિટર સુધી ભગાવી હતી. ત્યારબાદ બોનેટ ઉપર લટકેલા મહિપાલ સિંહને નીચે પાડીને ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ તે પકડાઈ ગયો હતો.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ પહેલા જ દિવસે માલિકે શરીરે માલિશ, સેક્સ માટે પાડી ફરજ, ઘરકામ કરવા આસામથી લવાયેલી યુવતીને બચાવાઈ

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના રાજકોટમાં પણ બૂટલેગરે પોલીસ કર્મચારીને કચડાનો પ્રયત્ન કર્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી નજીક બાતમી આધારે દારૂ-બીયરનો જથ્થો ભરેલી બોલેરો પીકઅપ ગાડીને ઘેરી લેતાં તેના ચાલકે આ ગાડી રિવર્સમાં ભગાવી પાછળ ઉભેલા કોન્સ્ટેબને પોતાની ગાડી અને પોલીસની કારની વચ્ચે દબાવી દઇ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

  આ પણ વાંચોઃ-covid-19નું નવું લક્ષણઃ હંમેશા માટે બહેરા કરી દેશે coronavirus! લોસ ઓફ હિયરિંગના નવા લક્ષણથી વધી ચિંતા

  પરંતુ કોન્સ્ટેબલે સમય સુચકતા વાપરી છલાંગ મારી બોલેરો પીકઅપના ઠાઠામાં ચડી જતાં અને પોતે પોલીસ છે એવી ઓળખ આપવા છતાં ચાલકે બોલેરો પીકઅપ ભગાવી મૂકી હતી અને પાછળથી પોલીસમેનને પછાડી દેવા સર્પાકાર ગાડી હંકારી બે કલાક સુધી અલગ-અલગ દસ ગામડાના રોડ પર ગાડી દોડાવ્યે રાખી હતી.

  છેલ્લે પોલીસમેને પાછળ પડેલા લોખંડના પાનાથી ગાડીના સાઇડના કાચ ફોડી નાંખવા છતાં તેણે ઉભી રાખી નહોતી. બાદમાં ગોંડલ-રામોદ નજીક કરમાળ પીપળીયાના વળાંકમાં ગાડી રોડ નીચે ઉતરી જતાં અને ઝાડમાં ભટકાતાં ગાડી રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો.  પોલીસમેનને નાકમાં ફ્રેકચર થતાં દાખલ કરાયા હતાં. જીવના જોખમે તે બે કલાક સુધી પાછળ ઠાઠામાં રહ્યા હતાં. ઝાડમાં ભટકાયેલી પીકઅપ ગાડીમાં પોલીસે તપાસ કરતાં દારૂની 84 બોટલો મળી હતી. જેમાંથી ત્રણ ફુટેલી હતી અને બીયરના 144 ટીન હતાં. આમ કુલ રૂપિયા 42250 નો દારૂ બીયર મળતાં તે તથા ગાડી કબ્જે કરાયા હતાં.
  Published by:ankit patel
  First published: