દિલ્હીના NO VIP કલ્ચરનો નજારો, મોદીના કાફલા માટે ન રોકવામાં આવ્યો ટ્રાફિક

News18 Gujarati
Updated: February 3, 2018, 4:24 PM IST
દિલ્હીના NO VIP કલ્ચરનો નજારો, મોદીના કાફલા માટે ન રોકવામાં આવ્યો ટ્રાફિક
શનિવારે પીએમ મોદી આસામના પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજર આપવા માટે ગૌહાટી પહોંચ્યા હતા. મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

શનિવારે પીએમ મોદી આસામના પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજર આપવા માટે ગૌહાટી પહોંચ્યા હતા. મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • Share this:
સામાન્ય રીતે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે કોઈ મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય છે ત્યારે ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. રસ્તાની બંને સાઈડના ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. પરંતુ દિલ્હીના સરદાર પટેલ માર્ગ પરથી જ્યારે મોદીનો કાફલો પસાર થયો ત્યારે ટ્રાફિકને રોકવામાં આવ્યો ન હતો.

વડાપ્રધાન મોદી હંમેશા 'નો વીઆઈપી પ્રોટોકોલ'ની તરફેણમાં રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ 'લાલ લાઇટ' કલ્ચર ખતમ કરી નાખ્યું હતું. ત્યારે સનિવારે 'નો વીઆઈપી કલ્ચર'નો વધુ એક નજારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગયા વર્ષે એપ્રિલમાં વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. મોદી કેબિનેટે પહેલી મેના રોજથી તમામ સરકારી વાહનો પરથી લાલ લાઇટ હટાવવાનો આદેશ કર્યો હતો. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત તમામ VVIPને આ નિયમ લાગૂ પાડવામાં આવ્યો હતો. જોકે, હાલની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ અને ફાયર જેવી ઇમરજન્સી સેવામાં કામ કરતા વાહનોને લાલા લાઇટના ઉપયોગની છૂટ આપવામાં આવી છે.

શનિવારે પીએમ મોદી આસામના પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજર આપવા માટે ગૌહાટી પહોંચ્યા હતા. મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

First published: February 3, 2018, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading