UK: પ્રિન્સ ફિલિપના નિધન બાદ બ્રિટનના શાહી પરિવારને આવી રીતે પાળવો પડે છે શોક

પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન.

જાહેર જનતાને શબપેટી પાસેથી પસાર થઈ મૃતકને માન આપવાની છૂટ આપવામાં છે. આ પ્રથા ઘણા વર્ષો જૂની છે. અંતિમવિધિ પહેલાં સામાન્ય રીતે લગભગ ત્રણ દિવસ ચાલે છે.

  • Share this:
લંડન: 99 વર્ષની વયે પ્રિન્સ ફિલિપનું નિધન (Prince Philip Demise) થયા બાદ યુકેના શહી પરીવાર (British Royal Family)માં ઘેરો શોક છે. પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથ દ્વિતિયનું લગ્ન જીવન 74 વર્ષનું હતું. હવે પ્રિન્સ ફિલિપની અંતિમવિધિ કરવામાં આવશે. બાર્કિંગહામ પેલેસના સત્તાવાર સૂત્રોના મત મુજબ શાહી અંતિમવિધિ વિન્ડસર મહેલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે 17મી એપ્રીલ શનિવારે થશે. અંતિમ સંસ્કારમાં રાજવી પરિવારના સભ્યો અને અન્ય જાહેર હસ્તીઓ હાજર રહેશે. ડ્યુક ઓફ એડિનબર્ગને રાજકીય સન્માન સાથે દફન કરવામાં આવશે.

બીબીસી રિપોર્ટના મુજબ પેલેસના સૂત્રોએ કહ્યું હતું કે, આ અંતિમવિધિમાં સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સુરક્ષા પ્રોટોકોલના કારણે ગણ્યાગાંઠ્યા લોકો જ હાજરી આપશે. આમ પણ પ્રિન્સની આંતિમ ઈચ્છા ઓછી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિની જ હતી. ઉલ્લેનીય છે કે, બ્રિટનના શાહી પરિવારના સભ્યો પોતાના અંતિમ સંસ્કાર માટે આગોતરું પ્લાનિંગ કરી લેતા હોય છે. અલબત્ત તેમને રાજકીય રીતિ રિવાજોને અનુસરવા પડે છે.'

આ પણ વાંચો: AMCમાં બીજેપી કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી નિધન; બીજેપી યુવા મોરચાના પ્રમુખ કોરોના સંક્રમિત

ડ્રેસ કોડ

રાજકીય રીતિ રિવાજો મુજબ પરિવારના તમામ સભ્યોને કાળા કલરના કપડાં પહેરીને અંતિમવિધિમાં આવવાનું રહે છે. મોર્ટિંગ બેન્ડ્સ બ્રિટીશ રોયલ્સ સાથેની પરંપરાનો બીજો ભાગ છે, જે મૃત્યુની ઘોષણા થતાંની સાથે જ પહેરવા પડે છે. ઉપરાંત પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તો તમામ સભ્યોને મુસાફરી દરમિયાન કાળા પોષાક સાથે રાખવા પડે છે. તેઓ વ્યવસાયિક કામે જવાના હોય તો પણ આ પરંપરા અનુસરવી પડે છે.

આ પણ વાંચો: આ દેશની મહિલાઓ હંમેશા રહે છે યુવાન! સુંદરતાનું રહસ્ય આવું સામે

મૃતકને માન આપવાની પ્રથા

આ પ્રથામાં જાહેર જનતાને શબપેટી પાસેથી પસાર થઈ મૃતકને માન આપવાની છૂટ આપવામાં છે. આ પ્રથા ઘણા વર્ષો જૂની છે. અંતિમવિધિ પહેલાં સામાન્ય રીતે લગભગ ત્રણ દિવસ ચાલે છે.

તસવીરો: આવી હતી તેમની 99 વર્ષની જીવન ઝરમરગન કેરેજ

રાજાના અંતિમ સંસ્કારના કિસ્સામાં ગન કેરેજ પ્રોસેશન (સરઘશ) નીકળે છે. આ પરંપરા દાયકાઓથી ચાલી આવે છે. જેમાં અંતિમ સંસ્કાર માટેના કાફલામાં ગન કેરેજ વાહન હોય છે. કોફિનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગન કેરેજ સાથે મીલીટરી બેન્ડના સભ્યો પણ હાજર રહે છે.

આ પણ વાંચો: કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો

અડધી કાઠીએ ધ્વજ

રાજાના અંતિમ સંસ્કાર સમયે રોયલ રહેઠાણો પરના ધ્વજને નીચે ઉતારી લેવા પડે છે. એકંદરે અડધી કાઠીએ ધ્વજ ફરકાવવાનો રહે છે. નેશનલ એસોસિએશન ઑફ સિવિલ અધિકારીઓના મત મુજબ રાજ પરિવાર તરફથી ખાસ સૂચના મળ્યા બાદ આ કામગીરી થાય છે. જો અંતિમ સંસ્કારના દિવસે સેન્ટ જ્યોર્જ ડે આવતો હોય તો ઈંગ્લીશ ફ્લેગને યુનિયન ફ્લેગથી બદલી નાખવામાં આવે છે.

શોક પાળવાનો સત્તાવાર સમયગાળો

બ્રિટનના રાજ પરિવારના સભ્યોના મૃત્યુ બાદ શાહી અંતિમ સંસ્કારના પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે શોક પાળવાનો સમયગાળો બે અઠવાડિયાનો હોય છે. સામાન્ય રીતે મૃત્યુના દિવસથી અંતિમ સંસ્કાર સુધીનો સમયગાળો શોક પાળવાનો સમય કહેવાય છે. દરમિયાન રાજાની સંમતિની રાહ જોતા કોઈપણ કાયદાને અંતિમ સંસ્કાર સુધી અટકાવી દેવામાં આવે છે.
First published: