ઝાંસીમાં ભીષણ અકસ્માત, શ્રદ્ધાળુઓની ટ્રોલી પલટવાથી 4 બાળકો અને 7 મહિલા સહિત 11 ના મોત

ઝાંસીમાં ભીષણ અકસ્માત

Jhansi Accident- આ દુર્ઘટનામાં 5 થી 10 વર્ષની ઉંમરમાં ચાર બાળકો અને 7 મહિલા ટ્રેક્ટરની ટ્રોલીની નીચે આવી જતા મોત થયા છે

  • Share this:
    ઝાંસી : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)ઝાંસી જિલ્લાના (Jhansi district)ચિરગાંવ સ્ટેશન વિસ્તારમાં વિજયાદશમીના (Dussehra)દિવસે એક મોટી દુર્ઘટના (Jhansi Accident)બની છે. પડોશી જિલ્લા દતિયાના પંડોખરથી ચિરગાંવમાં જવારા વિસર્જિત કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી પલટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જેમાં 7 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે. હાઇવ પર શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી જઈ રહી હતી ત્યારે અચાનક વચ્ચે ભેસ આવી હતી જેના કારણે ટ્રેક્ટરનો ડ્રાઇવર નિયંત્રણ ગુમાવી બેઠો હતો. ભેસને બચાવવાના પ્રયત્નમાં ટ્રેક્ટરે પલટી મારી હતી. જેમાં ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. છ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    ભીષણ અકસ્માતના કારણે ઘટનાસ્થળ પર ઘણી રોકકળ થઇ ગઈ હતી. આસપાસના લોકો પણ ઘટનાસ્થળ તરફ આવી પહોંચ્યા હતા. સ્થાનીક લોકોએ ટ્રેક્ટરની ટ્રોલીની નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે 7 મહિલા અને 4 બાળકોના જીવ બચાવી શક્યા ન હતા. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો - ભત્રીજાની હત્યા કરીને જેલ ગયો, 10 વર્ષની સજા કાપી, બહાર આવ્યો તો સાળીની હત્યા કરી

    ભીષણ અકસ્માતની જાણકારી આપતા ઝાંસીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શિવહરી મીણાએ જણાવ્યું કે બપોર પછી મધ્ય પ્રદેશના પંડોખરથી 30થી વધારે ગામના લોકો જવારા લઇને એરચ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નિધિ, ચિરિગાંવ પાસે ટ્રેક્ટર સામે અચાનક ભેસ આવી ગઈ હતી. ડ્રાઇવરે ભેસને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તે નિયંત્રણ ગુમાવી બેઠો હતો. આ કારણે ટ્રોલી પલટાઇ ગઈ હતી.

    તેમણે વધારે માહિતી આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં 5 થી 10 વર્ષની ઉંમરમાં ચાર બાળકો અને 7 મહિલા ટ્રેક્ટરની ટ્રોલીની નીચે આવી જતા મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

    ગાડીએ વિસર્જન યાત્રામાં સામેલ લોકોને કચડી નાખ્યા, 4 ના મોત

    છત્તીસગઢના જશપુર જિલ્લામાં ધસમસતી આવતી ગાડીએ વિસર્જન યાત્રામાં સામેલ લોકોને કચડી નાખ્યા છે. જશપુરના પત્થલગાંવમાં લગભગ 150 લોકો એકઠાં થઈને દુર્ગા વિસર્જન માટે જઈ રહ્યાં હતા. કારની ટક્કરથી 4 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારમાં ગાંજો ભરેલો હતો અને તસ્કરો તેને ઓરિસ્સાથી મધ્યપ્રદેશના સિંગરૌલી લઈ જતા હતા. ઘટના બાદ લોકોએ કારને આગ લગાડી દીધી છે. દુર્ઘટના લગભગ બપોરે દોઢ વાગ્યાની આસપાસ થઈ છે. તે સમયે પત્થલગામમાં 7 દુર્ગા પંડાલની મૂર્તિને વિસર્જન કરવા માટે લોકો નદીમાં લઈ જઈ રહ્યાં હતા કે અચાનક જ તેજ સ્પીડથી આવેલી કારે વિસર્જન માટે જતી ભીડ પર ગાડી ચઢાવી દીધી હતી.
    Published by:Ashish Goyal
    First published: