Home /News /national-international /Tractor Rally Violence: દિલ્હીમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં-ક્યાં ભડકી હિંસા- 10 પોઇન્ટમાં જાણો બધું જ

Tractor Rally Violence: દિલ્હીમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં-ક્યાં ભડકી હિંસા- 10 પોઇન્ટમાં જાણો બધું જ

દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમના 86 કર્મી ઘાયલ થયા. (ફાઇલ તસવીર)

રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં જોરદાર હિંસા અને ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા

નવી દિલ્હીઃ 72મા ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના અવસરે મંગળવારે રાજપથ (Raj Path) અને લાલ કિલ્લા પર બે બિલકુલ અલગ-અલગ દૃશ્યો જોવા મળ્યો. રાજપથ પર જ્યાં એક તરફ ભારતીયોએ ગણતંત્ર દિવસ પર દેશની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન જોયું, બીજી તરફ પ્રદર્શનકારી ખેડૂત ટ્રેક્ટર (Tractor Rally Violence) રેલી દરમિયાન ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈને મુગલકાલીન લાલ કિલ્લા (Red Fort) પહોંચી ગયા હતા.

દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં અનેક સ્થળો પર ઘર્ષણ થયું, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઊભી થઈ. આ દરમિયાન આખો દિવસ હિંસા થઈ. આ દરમિયાન ઘાયલ થનારા ખેડૂતોની વાસ્તવિક સંખ્યાની જાણકારી નથી પરંતુ દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમના 86 કર્મી ઘાયલ થયા છે. તેમાંથી 41 પોલીસકર્મી લાલ કિલ્લા ખાતે ઘાયલ થયા.

આવો જાણીએ કે દિલ્હીમાં ક્યારે-ક્યારે હિંસા ભડકી અને બાદમાં શું થયું...

1. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, દિલ્હી પોલીસ કમિશ્નર એસ. એન. શ્રીવાસ્તવ સહિત અન્ય લોકોએ ભાગ લીધો. માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહે દિલ્હી પોલીસને હિંસામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

2. દિલ્હી પોલીસે એક નિશ્ચિત રૂટ અને સમયની સાથે રેલીને મંજૂરી આપી હતી. પરંતુ કિસાન મજદૂર સમિતિએ રૂટ પર જવાનો ઇન્કાર કરી દીધો. સવારે 8 વાગ્યા સુધી હજારો લોકો પગપાળા રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા. અનેક વીડિયો સામે આવ્યા જેમાં ખેડૂતો સિંઘુ બોર્ડર પર બેરિકેડ્સ તોડતા જોવા મળ્યા. નોંધનીય છે કે દિલ્હીની સરહદો પર 26 નવેમ્બર 2020થી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

આ પણ વાંચો, ખેડૂતોની એ 9 ભૂલો જેના કારણે સુરક્ષાદળો સાથે થયું હિંસક ઘર્ષણ, દિલ્હીવાસીઓ મૂકાયા ચિંતામાં

3. ITOની પાસે સ્થિત દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની પાસે હિંસા શરૂ થઈ ગઈ. પોલીસે કહ્યું કે જૂની દિલ્હી તરફ જઈ રહેલા એક ખેડૂતનું ટ્રેક્ટર પલટી જવાના કારણે મોત થઈ ગયું. બીજી તરફ અક્ષરધામમાં એક બસમાં તોડફોડ કરવામાં આવી, જ્યાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. ઘર્ષણનું બીજું સ્થળ નાંગલોઈ હતું, જ્યાં પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા. દિલ્હી મેટ્રો કોર્પોરેશને અનેક મેટ્રો સ્ટેશનનો બંધ કરી દીધા હતા.

4. લાલ કિલ્લાના વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ શીખોના પવિત્ર ધ્વજને ફરકાવતા જોવા મળ્યા. કિલ્લાના ગુંજબો ઉપર પણ ઝંડા ફરકાવવાનો વારંવાર પ્રયાસ કર્યો. ઘટનાસ્થળે હાજર હજારો લોકો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવત હતા, કિલ્લાના બંને દરવાજા પર ઊભા હતા. પોલીસે પ્રદર્શનકારીઓેન કિલ્લાની બહાર કાઢવામાં સફળતા મેળવી પરંતુ અનેક ખેડૂતો હજુ પણ કિલ્લાની બહાર રામલીલા મેદાનમાં છે.

5. એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ, ખેડૂતો પૈકી એકે કહ્યું કે, અમે મોદી સરકારને સંદેશ આપવા માટે અહીં આવ્યા હતા, અમારું કામ પૂરું થઈ ગયું છે. અમે હવે પરત જઈશું. એક અન્ય ખેડૂતે કહ્યું કે, અમે લાલ કિલ્લા સુધી પહોંચવામાં સફળ રહ્યા. જોકે તેઓએ અમને રોકવાનો પ્રયાસ કર્યો. અમે ત્યાં સુધી નહીં રોકાઈએ જ્યાં સુધી અમે અમારા લક્ષ્ય સુધી નથી પહોંચી જતા. સરકારને આ ત્રણ કાયદા પરત લેવા જ પડશે.

6. દિલ્હી પોલીસે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ મામલામાં 15 FIR નોંધવામાં આવી છે. અધિકારીઓએ તેની જાણકારી આપી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પૂર્વ જિલ્લામાં ત્રણ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે. દ્વારકામાં ત્રણ તથા શાહદરા જિલ્લામાં એક કેસ નોંધવામં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે વધુ FIR નોંધવામાં આવી શકે છે.

7. સંયુક્ત કિસાન મોર્ચાએ મંગળવારે ખેડૂતો દ્વારા યોજવામાં આવી પરેડને રોકી દીધી હતા અને સાથીઓને પોતપોતાના પ્રદર્શન સ્થળો તરફ પરત જવાની અપીલ કરી હતી. કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ નિયત સમયથી ઘણી વહેલા શરૂ થઈ ગઈ હતી અને રાષ્રી ાય રાજધાનીમાં અનેક સ્થળે પોલીસની સાથે તેમનું ઘર્ષણ પણ થયું.

આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

8. સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી બાદ ખેડૂતોને રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે સિંઘુ, ટિકરી અને ગાજીપુર સરહદોની પાસે 60થી વધુ કિલોમીટરની રેલી સવારે 11.30 વાગ્યે રાજપથની પરેડ ખતમ થયા બાદ રેલી શરૂ કરવા માટે કહ્યું હતું.

9. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં રેલીનો વિરોધ કરતાં કહ્યું હતું કે જે સમયે આ રેલી યોજવાની માંગ કરી રહી રહ્યા વે તે સમય રાષ્ર્ માટે શરમમાં મૂકાવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ કોર્ટે રેલીને મંજૂરી આપવી કે ન આપવી તેની જવાબદારી દિલ્હી પોલીસને સોંપી દીધી.

10. ખેડૂતો અને સરકારની વચ્ચે 11 ચરણની મંત્રણા છતાંય કૃષિ કાયદાઓ પર કોઈ સહમતિ સધાઈ નથી. ખેડૂતોએ 18 મહિના સુધી કાયદાને સસ્પેન્ડ કરવાની કેન્દ્ર સરકારની અંતિમ રજૂઆતને ઠુકરાવી દીધી હતી.
First published:

Tags: Farmers Protest, RED FORT, Republic day, Republic Day 2021, Tractor March, Tractor Parade, Tractor Rally, દિલ્હી, દિલ્હી પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો