આનંદ તિવારી, નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally)ને લઈ સામાન્ય સહમતિ બનતી હોય એવું લાગી રહ્યું છે. પોલીસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી પોલીસ (Delhi Police) ત્રણ રસ્તાઓ સિંઘુ, ટિકરી અને ગાજીપુર-યૂપી ગેટ પર ટ્રેક્ટર માર્ચ (Tractor March)ની મંજૂરી આપવા માટે તૈયાર છે. બીજી તરફ, ખેડૂતો શાહજહાંપુર અને પલપલથી યોજાનારી ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade) વિશે આજે ઘોષણા કરશે. સવારે ખેડૂતોએ પોલીસને લેખિત અરજી આપીને રેલી યોજવા માટે મંજૂરી માંગી હતી.
આ રસ્તાઓ પર યોજાશે ટ્રેક્ટર રેલી
પ્રસ્તાવની શરૂઆતથી જ ખેડૂતો રાજધાનીના આઉટર રિંગ રોડ પર રેલી યોજવાની વાત કહી રહ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોને લઈ આ માર્ગ પર ટ્રેક્ટર પરેડની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો. સૂત્રો મુજબ પોલીસ અને ખેડૂતોની વચ્ચે પરસ્પર સહમતિથી જે રૂટ નક્કી થયા છે...
ખેડૂત સંગઠનો તરફથી દિલ્હી પોલીસની સમક્ષ સિંઘુ-સંજય ગાંધી હૉસ્પિટલ અને બવાના રૂટના પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા. ખેડૂતો તરફથી મંજૂરી મળ્યા બાદ પોલીસે પણ સંગઠનોની સામે પોતાની શરતો રજૂ કરી હતી. બીજી તરફ, પોલીસ આજે આ ટ્રેક્ટર રેલીને લઈ સાંજે પોલીસ હેડક્વાર્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. આ કોન્ફરન્સમાં દિલ્હી પોલીસ તરફથી રેલીને લઈ મોટી જાહેરાત થઈ શકે છે.
26 જાન્યુઆરીએ રેલીને યોજવાને લઈ ખેડૂત સંગઠનો પહેલા જ ખુલ્લું એલાન કરી ચૂક્યા છે. ખેડૂતોનું કહેવું છે કે દિલ્હીમાં કોઈ પણ સ્થિતિમાં રેલી યોજશે. પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના નેતા સતનામ સિંહ પન્નૂએ કહ્યું છે કે દિલ્હી પોલીસ મંજૂરી આપે કે ન આપે આઉટર રિંગ રોડ પર રેલી નીકળે જ. તેઓએ જાણકારી આપી કે આ રેલીનો હિસ્સો બનવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર