Home /News /national-international /પોલીસને જોઈને બીકના માર્યા ખેડૂતનું ટ્રેક્ટર બંધ થયું, સુલ્તાનપુરના SPએ ધક્કો મારી સ્ટાર્ટ કર્યું

પોલીસને જોઈને બીકના માર્યા ખેડૂતનું ટ્રેક્ટર બંધ થયું, સુલ્તાનપુરના SPએ ધક્કો મારી સ્ટાર્ટ કર્યું

એસપી શિવહરી મીણાએ ખેડૂતને કહ્યું - તમારા ટ્રેક્ટરને ધક્કો અમારી પોલીસ લગાવશે

એસપી શિવહરી મીણાએ ખેડૂતને કહ્યું - તમારા ટ્રેક્ટરને ધક્કો અમારી પોલીસ લગાવશે

    સુલ્તાનપુર : ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસનને (Coronavirus) રોકવા માટે પ્રદેશમાં કડકાઈ સાથે લોકડાઉન (Lockdown)નું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસ કામ વગર બહાર ફરી રહેલા લોકો સામે સખત કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ પોલીસ લોકોની મદદ પણ કરી રહી છે. સુલ્તાનપુરમાં એસપી રસ્તે ઉભી રહેલી શેરડીની ટ્રોલીને લઈ જતા ટ્રેક્ટરમાં ધક્કા લગાવીને ખેડૂતોની મદદ કરતા જોવા મળ્યા હતા.

    શુક્રવારે સુલ્તાનપુરના એસપી શિવહરી મીણા જિલ્લામાં લોકડાઉનનું નિરીક્ષણ કરવા કુરેભાર પોલીસ સ્ટેશનમાં આવેલ જમોલી ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ વાળાને આવતા જોઈને ટ્રેક્ટર-ટ્રોલી પર શેરડી નાખીને જઈ રહેલા ખેડૂતે બીકના માર્યા પોતાનું ટ્રેકટર રસ્તા પર જ ઉભું કરી દીધું હતું.

    આ પણ વાંચો - પુતિને ભારતનો આભાર માન્યો, કોરોનો સામે જંગમાં મદદ કરવા માટે ભારતની કરી પ્રશંસા

    બીકના માર્યા ઉતાવળમાં ખેડૂતનું ટ્રેક્ટર રસ્તામાં બંધ થઈ ગયું હતું. આ જોઈને એસપીએ ખેડૂતને પોતાનું ટ્રેક્ટર આગળ લઈ જવાની વાત કહી હતી. પણ ટ્રેક્ટર ડ્રાઇવર અસહાય હતો. પોતાની સીટ પર બેસેલા એસપી સમજી ગયા કે ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ રહ્યું નથી. આ પછી એસપીએ ડ્રાઇવરને પૂછ્યું કે શું તારું ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર્ટ નથી? ડ્રાઇવરે કહ્યું કે ટ્રેક્ટર ધક્કા માર્યા પછી જ ચાલું થશે. એસપીએ પૂછ્યું કે શું ધક્કો મારવાથી ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ જશે?

    આ પછી એસપી શિવહરી મીણાએ કહ્યું કે તમારા ટ્રેક્ટરમાં ધક્કો અમારી પોલીસ લગાવશે. તું પોતાનું ટ્રેક્ટર સ્ટાર્ટ કર. આ પછી એસપી સહિત બધા પોલીસકર્મી ટ્રેક્ટરને ધક્કો મારવામાં લાગી ગયા હતા. આ પછી થોડીવારમાં ટ્રેક્ટર ચાલું થઈ ગયું હતું.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો