Exam Warriors: પરીક્ષા સમયે મોદીમંત્ર!

sanjay kachot | News18 Gujarati
Updated: February 3, 2018, 5:45 PM IST
Exam Warriors: પરીક્ષા સમયે મોદીમંત્ર!
આ સમગ્ર કાર્યક્રમ પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે 'તણાવ રહિત" અભિગમ ઉભો કરવાનો છે. આ વિષય વડાપ્રધાનના હૃદયની નજદીક છે. કદાચ, આ માટે જ તેમને આ વિષયને સ્પર્શતું પુસ્તક "એકઝામ વોરિયર્સ" લખ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમ પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે 'તણાવ રહિત" અભિગમ ઉભો કરવાનો છે. આ વિષય વડાપ્રધાનના હૃદયની નજદીક છે. કદાચ, આ માટે જ તેમને આ વિષયને સ્પર્શતું પુસ્તક "એકઝામ વોરિયર્સ" લખ્યું છે.

  • Share this:
પરીક્ષાના સમયે બાળકો પર જે દબાણ અને માનસિક તણાવ હોય છે તે અંગે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત વિચારતા હોય છે. ગત વર્ષે તેમના માસિક કાર્યક્રમ "મન કી બાત"માં તેમણે આ મુદ્દે સવિસ્તાર ચર્ચા પણ કરી હતી. તેમના ‘મનની વાત’ હવે એક પુસ્તકના સ્વરૂપમાં આવી રહી છે. આ પુસ્તકમાં તેમણે માત્ર સરળ અને વ્યવહારિક સૂચનો જ નથી કર્યા, પરંતુ તેમના અનુભવોનો નિચોડ રજૂ કરીને બાળકોને સમજાવવાનો સુજ્ઞ પ્રયાસ કર્યો છે. પરીક્ષાના સમયે કેવી રીતે ચિંતા ટાળી શકાય તે અંગે તેમણે રસપ્રદ ઢબે આ પુસ્તક દ્વારા માહિતી આપી છે. આ પુસ્તક માત્ર સ્કૂલના બાળકોને જ નહિ, જિંદગીની પરીક્ષા માટે પણ એટલું જ પ્રસ્તુત અને ઉપયોગી સાબિત થશે.

“Exam Warriors” આ શીર્ષક હેઠળ આ પુસ્તકનું લોકાર્પણ શનિવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે થયું હતું. આ સમગ્ર પુસ્તકમાં પરીક્ષાના ડરથી બાળકો કઈ રીતે તણાવમુક્ત રહી શકે તેના વિવિધ રસ્તાઓ ઉપર કેન્દ્રિત છે.

25 ચાવીરૂપ મંત્રોવાળા આ પુસ્તકમાં મોદી એક સ્થળે ઉલ્લેખે છે કે, વડાપ્રધાન તરીકે તેમને પણ સતત તેમના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના અનેકવિધ "પ્રેઝેન્ટેશન" જોવા મળે છે. પરંતુ તેમને ઘણુંખરું એવા પ્રેઝેન્ટેશન વધુ યાદ રહી જાય છે, જે રસપ્રદ રીતે તેમની સમક્ષ રજુ થયા હોય! આ પ્રકારની રજુઆત એટલે એવી રજુઆત જે જોનારા અને વાંચનારના માનસપટ ઉપર જાણે છપાઈ જાય અથવા બીજા શબ્દોમાં કહીએ તો સરળતાથી પચી જાય. જે વાત સરળ ઢબે, સુરુચિપૂર્ણ અને સુગ્રથિત રીતે તર્કબદ્ધ રીતે મુકવામાં આવે, તે વાતને યાદ રાખવામાં મગજને બહુ સરળતા રહે છે. વડાપ્રધાન બાળકોને એ જ સમજાવે છે કે, પરીક્ષક કઈ માનસિકતા સાથે તેમના પેપર ચકાસતા હોય છે! તેઓ કહે છે, "યાદ રાખો, તમારા પરીક્ષક તમને નહિ, તમારી ઉત્તરવહીને તપાસી રહ્યા છે. સુંદર હસ્તાક્ષર, સુઘડ-સ્વછ ઉત્તરવહી અને સુગઠિત ઉત્તરો પરીક્ષકના મન ઉપર જબરદસ્ત પ્રભાવ ઉભો કરે છે."

લિસ્સા પાનાથી બનેલું આ રંગીન પુસ્તક માત્ર ઉપદેશ નથી પરંતુ સંવાદ સેતુ રચે છે. આ ઉપરાંત, તેમાં સંખ્યાબંધ અભ્યાસો ટાંકવામાં આવ્યા છે, જે શાળાએ જતા બાળકોની માટે એટલી હદે રસપ્રદ બની રહેશે કે તેઓ પુસ્તકમાં રચ્યાપચ્યા રહેશે. વડાપ્રધાન મોદીના અન્ય કામોની માફક આ કાર્યમાં પણ ડિજિટલનો જાદુ સામેલ છે. બાળકો હોય કે તેમના માતા-પિતા કે પછી શિક્ષક : સહુ કોઈ તેમના જ્ઞાન અને કિસ્સાઓની રજુઆત ફોન દ્વારા વડાપ્રધાન સુધી પહોંચાડી શકશે। તેમાં એક 'વર્ક બુક"ની માફક બાળકો રંગ ભરી શકશે અને મોબાઈલના ક્યુ અને કોડથી સ્કેન કરી પોતાના ચિત્રો વડપ્રધાનને મોકલી પણ શકશે.

આ પુસ્તકના કેટલાક પાનાઓ જાણીબુજીને ખાલી રાખવામાં આવ્યા છે માત્ર વાંચક તેમની વાત અને કિસ્સાઓ લખી શકે તે માટે…

સ્વયંને તણાવમુક્ત અને તંદુરસ્ત કેવી રીતે રાખી શકાય તે અંગે આ પુસ્તકના લગભગ 50 પાનાઓ પર યોગાભ્યાસથી સમજાવવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળકોને સરળ ભાષામાં અલગ-અલગ આસનો પણ સમજાવાયા છે.
મોદી "મિસાઈલ મેન" કલામનું ઉદાહરણ ટાંકીને આ પુસ્તકમાં કહે છે, "એક પરીક્ષાનું પરિણામ કોઈ વ્યક્તિને પરખ નથી." એપીજે અબ્દુલ કલામ ફાઈટર પાયલોટ બનવા માંગતા હતા પરંતુ એ તક ચૂકી ગયા."


આ કોઈ પ્રથમ વખત નથી કે જયારે વડાપ્રધાને પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ કે બાળકો સાથે વાર કરી હોય. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તેમણે "મન કી બાત" કાર્યક્રમ અંતર્ગત બાળકોને કહ્યું હતું કે, "પરીક્ષાને એક તહેવારની જેમ જુઓ અને ઉજવો' તેમણે માતા-પિતાને પણ એવું આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ આ માટે જરૂરી વાતાવરણ ઉભું કરે એટલુંજ નહિ બાળકોને મદદ કરે. તેમને માતા-પિતાને મીઠી ટકોર કરતા કહેલું કે, "તેઓ તેમના બાળકોને જેવા છે તે રીતે તેમનો સ્વીકાર કરે."

તેમને કહ્યું હતું કે ગુણાંક અને ગુણપત્રકનો અર્થ સીમિત છે, સાચી બાબત તો જ્ઞાન છે- જે અત્યંત મહત્વપૂર્ણ છે.“Exam Warriors” પુસ્તક ભારતમાં ‘પેંગ્વિન’ અને ‘બ્લુ ક્રાફ્ટ ફાઉન્ડેશન’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. હાલ આ પુસ્તક અંગ્રેજીમાં છે, પરંતુ ટૂંક સમયમાં જ તે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ બને તેવી શક્યતા છે.
First published: February 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading