Home /News /national-international /થાઇલેન્ડમાં હવે પ્લેન સાથે સેલ્ફી લીધી તો થશે મોતની સજા!

થાઇલેન્ડમાં હવે પ્લેન સાથે સેલ્ફી લીધી તો થશે મોતની સજા!

ગુજરાતી ટૂરિસ્ટનો પ્રિય દેશ થાઇલેન્ડમાં હવે જો પ્લેન સાથે સેલ્ફી લીધી તો મોતની સજા ફટાકારવામાં આવશે. અહીં ફુકેટ આઇલેન્ડ પર ચર્ચિત બીચ પર સેલ્ફી લેવા પર ટૂરિસ્ટને મોત સજા ફટકારવામાં આવશે. થાઇલેન્ડના સુરક્ષા અધિકારીઓએ ચેતાવણી આપતાં કહ્યું કે અહીં ખૂબ નજીક ફ્લાઇટ ઉડવાને કારણે સેલ્ફી લેવાની મનાઇ કરવામાં આવી છે. તેઓને લાગે છે કે સેલ્ફી લેવાથી નજીક ઉડી રહેલા પાયલટનું ધ્યાન ભટકી જશે અને ગંભીર અકસ્માત સર્જાઇ શકે છે.

અધિકારીઓનું કહેવું છે કે નિયમ તોડનારા ટૂરિસ્ટને વધુમાં વધુ મોતની સજા ફટકારવામાં આવી શકે છે. આ માટે બીચ પર એક તાર ફેન્સિંગ કરવામાં આવશે. જ્યાં ટૂરિસ્ટને સેલ્ફી લેવાની મનાઇ કરવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ ધો. 10 અને 12 પછી શું કરશો ? અહીં કોલ કરો અને મેળવો માર્ગદર્શન

ફૂકેટ આઇલેન્ડ પર સ્થિત એરપોર્ટ ખૂબ જ બિઝી હોય છે અને અહીં લોકો નજીક ઉડતી ફ્લાઇટ સાથે અવાર નવાર સેલ્ફી ક્લિક કરે છે. આ કારણ આ બિચ સૌથી પોપ્યુલર ટૂરિસ્ટ અટ્રેક્શન બની ગયો છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં જેટ ટૂરિસ્ટના ખૂબ જ નજીકથી પસાર થાય છે. જો કે આ ફોટોને કારણે એરપોર્ટ અધિકારી પરેશાન થઇ ગયા છે. અત્યાર સુધી માત્ર વોર્નિંગ આપવામાં આવતી જો કે ટૂરિસ્ટ આ વોર્નિંગ નજર અંદાજ કરી દેતા.

જો કે અધિકારીઓએ એ ન જણાવ્યું કે સેલ્ફીથી ફ્લાઇટ સુરક્ષા કેવી રીતે ખતરામાં પડે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે જેવી રીતે ડ્રોન અથવા લેઝન પેનથી પાયલટ ડિસ્ટ્રેક્ટ થઇ શકે છે તેવી જ રીતે સેલ્ફીથી પણ અસર પડી શકે છે. અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે નિમય તોડનારા લોકો પર એવા કાયદા હેઠળ કેસ દાખલ થશે જેમાં મોટાભાગે મોતની સજા મળે છે.
First published:

Tags: Death Penalty, Thailand, Tourists

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો