Home /News /national-international /જાણો, અંતિમ તબક્કા અગાઉ પહેલાં છ ચરણમાં કેટલું થયું હતું મતદાન

જાણો, અંતિમ તબક્કા અગાઉ પહેલાં છ ચરણમાં કેટલું થયું હતું મતદાન

પ્રતિકાત્મક તસવીર

આખરે 23મી તારીખ નક્કી કરશે કે દેશની નવી સરકાર ક્યા પક્ષની હશે, શું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે ?

    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂરું થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. અત્યાર સુધીમાં સૌથી લાંબી ચાલેલી આ ચૂંટણીમાં સાંજે મતદાન પૂરું થયા બાદ લગભગ તમામ ન્યૂઝ ચેનલો અને પોર્ટલ 'એક્ઝીટ પોલ' ની માયાજાળ ગૂંથવામાં પડી જશે ત્યારે એ જાણી લઈએ કે અગાઉના છ ચરણમાં ક્યારે કેટલા ટકા મતદાન થયું હતું

    પ્રથમ તબક્કાના 91 બેઠકો માટેના 11 એપ્રિલે યોજાયેલા મતદાનમાં 69.5%, બીજા તબક્કામાં 95 બેઠકો ઉપર 18 એપ્રિલે 69.44%, ત્રીજા તબક્કે 117 બેઠકો માટે 23 એપ્રિલે 68.4%, ચોથા ચરણમાં 29 એપ્રિલે 71 બેઠકો માટે 65.51%, પાંચમા ચરણમાં 51 બેઠકો માટે 6 મેના રોજ 64% અને છઠા તબક્કાના 12મી મૅ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 63.43% મતદાન થયું હતું

    આજના સાતમા ચરણમાં 8 રાજ્યોમાં 59 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેનું મતદાન મોડી સાંજે પૂર્ણ થતા જ 543 બેઠકો માટે લડનારા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઇ જશે. મતગણતરી 23 મે, 2019ના રોજ યોજાશે.જો કે, તે પૂર્વે તમામ કયાસો, પૂર્વધારણાઓ, સર્વેક્ષણો લોકોને આગામી સરકાર ક્યાં પક્ષની હોઈ શકે છે તેના અનુમાનો આપશે। આખરે 23મી તારીખ નક્કી કરશે કે દેશની નવી સરકાર ક્યા પક્ષની હશે, શું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે ?
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019, Voting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन