24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533, 1,373ના મોત

News18 Gujarati
Updated: May 4, 2020, 5:52 PM IST
24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533, 1,373ના મોત
24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533, 1,373ના મોત

દેશમાં કોરોનાના દર્દી સાજા થવાનો દર વધીને 27.52 ટકા થઈ ગયો છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. આ પ્રસાર રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થયો છે. આ બે અઠવાડિયા સુધી ચાલું રહેશે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સબંધમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પરિસ્થિતિની જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 42,533 કેસ થયા છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,074 લોકો સાજા થયા છે. આ અત્યાર સુધીના 24 કલાકમાં સૌથી વધુ સાજા થવાનો આંકડો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના મતે અત્યાર સુધીમાં દેશમાં કુલ 11,706 દર્દી સાજા થઈ ગયા છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 29,453 છે. ત્યારે દેશમાં કોરોનાના દર્દી સાજા થવાનો દર વધીને 27.52 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો - અમદાવાદના ઓઢવમાં અનોખું રસોડું, શ્રમિકોને સેનિટાઇઝ કર્યા પછી જ ટોકનથી ભોજન વિતરણ થાય છે

ગૃહ મંત્રાલયના મતે કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં બધા જિલ્લાને રેડ, ગ્રીન, અને ઓરેન્જ ઝોનમાં વહેચવામાં આવ્યા છે. લોકડાઉનમાં છૂટછાટ આપવા પાછળનું કારણ વ્યવસાયિક કાર્યોને વધારવા, કારીગરોને રોજગારી મળી રહે અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું છે. ગૃહ મંત્રાલયે લોકડાઉન પાર્ટ 3 દ્વારા રેડ અને ઓરેન્જ ઝોનમાં આપેલી છૂટછાટ અને પ્રતિબંધ વિશે જાણકારી આપી છે. તે મુજબ રેડ ઝોનમાં ઇમરજન્સી ચિકિત્સા સેવા ઉપલબ્ધ હશે. કંટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે.

ગૃહ મંત્રાલયે લોકડાઉન પાર્ટ 3 દ્વારા રેડ અને ઓરેન્જ ઝોનમાં આપવામાં આવેલી છૂટછાટ અને પ્રતિબંધ વિશે જાણકારી આપી. તેમના મતે રેડ ઝોનમાં ઈમરજન્સી ચિકિત્સા સેવા ઉપલબ્ધ રહેશે. કંટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે. રેડ ઝોનમાં ફક્ત જરુરી સેવાઓની સાથે જોડાયેલી દુકાનો જ ખુલી રહેશે. ઈ-કોમર્સ કંપનીયોને રેડ ઝોનમાં ફક્ત જરુરી સેવાઓ સાથે જોડાયેલા સામાનની ડિલીવરીની પરમિશન આપી છે. ઓરેન્જ ઝોનમાં ટેક્સીમાં એક ડ્રાઈવર અને બે યાત્રીયોને પરમિશન આપવામાં આવી છે. અહીં બાઈક પર બે લોકોને બેસવાની પરમિશન છે.
First published: May 4, 2020, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading