કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 38 થઈ: સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 38 થઈ: સ્વાસ્થ્ય મંત્રાલય
ફાઇલ તસવીર.

New Strain of Coronavirus: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં અત્યારસુધી કોરોનાના નવા સ્ટ્રેનના 38 દર્દી નોંધાયા છે.

 • Share this:
  નવી દિલ્હી: બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન (New Strain of Coronavirus)થી પીડિત દર્દીઓની સંખ્યા દેશમાં ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમામે દેશમાં સોમવાર સુધી દેશમાં 38 દર્દી કોરોનાના નવા સ્ટ્રેનનો શિકાર બન્યા છે. નવો સ્ટ્રેન મળ્યા બાદ કેન્દ્ર સરકારે બ્રિટન (Britain) સાથેના હવાઇ વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, કોરોનાની નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ મામલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વિશેષ કાળજી રાખવાની સલાહ આપી છે.

  આ પહેલા ICMR તરફથી કહેવામાં આવ્યું હતું કે, બ્રિટનથી આવેલા કોરોના વાયરસના નવા પ્રકારનું સફળતાપૂર્વક 'કલ્ચર' કરવામાં આવ્યું છે. 'કલ્ચર' એક એવી પ્રક્રિયા છે, જે અંતર્ગત કોશિકાઓને નિયંત્રણમાં હોય તેવી પરિસ્થિતિ વચ્ચે ઊગાડવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે. ICMR તરફથી ટ્વીટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ પણ દેશ તરફથી હજુ સુધી બ્રિટનમાં મળી આવેલા સાર્સ-કોવિ-2નું કલ્ચર નથી કરવામાં આવ્યું.  આ પણ વાંચો: બિહાર: યુવકનું ગળું કાપીને હત્યા, નરાધમોએ યુવકનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું

  ઉલ્લેખનીય છે કે બ્રિટને તાજેતરમાં જ પોતાને ત્યાં કોરોના વાયરસનો નવો પ્રકાર જોવા મળ્યાની જાહેરાત કરી હતી. આ વાયરસ હાલના વાયરસ કરતા 70 ટકા વધારે ઝડપે લોકોને સંક્રમિત કરે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે કે આઠમી જાન્યુઆરીથી બ્રિટન સાથે હવાઈ વ્યવહાર ફરીથી શરૂ થઈ જશે. જોકે, આ વખતે ખૂબ જ સાવધાની રાખવામાં આવશે.

  દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,505 કેસ નોંધાયા

  દેશમાં કોરોના સામે લડવા માટે બે વેક્સીનને DCGI તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે જેના કારણે લોકોને આશાની કિરણ જોવા મળી છે. બીજી તરફ 24 કલાકમાં સામે આવેલા સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,505 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 214 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,40,470 થઈ ગઈ છે.

  આ પણ વાંચો: મોટો નિર્ણય: હેકર્સ તમારી બેંકમાંથી પૈસા ઉઠાવી લે તો બેંક જવાબદાર રહેશે!

  વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 99 લાખ 46 હજાર 867 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,557 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,43,953 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,49,649 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 17,56,35,761 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 7,35,978 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 04, 2021, 18:31 pm

  ટૉપ ન્યૂઝ