નવી દિલ્હી. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વીટર (Twitter)ને લઈને ભારત સરકાર (Government of India) કડક વલણ અપનાવી રહી છે. અહેવાલ છે કે આદેશોનું પાલન નહીં કરવાની સ્થિતિમાં ટ્વીટરના કેટલાક ટૉપ અધિકારીઓની ધરપકડ પણ થઈ શકે છે. સરકારે કંપનીને ‘ઉશ્કેરીજનક સામગ્રી’વાળા એકાઉન્ટ્સને સેન્સર કરવાની માંગ કરી હતી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આવા એકાઉન્ટ્સની વિરુદ્ધ કાર્યવાહી પર કોઈ પ્રકારની સમજૂતી ન હોઈ શકે.
અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ મુજબ, સરકારે કહ્યું છે કે આ મામલામાં ધીરજની સીમા ખતમ થઈ જઈ રહી છે. ભારતે ગત બુધવારે ટ્વીટરને કન્ટેન્ટ હટાવવાના સંબંધમાં ફટકાર લગાવી હતી. સરકારે એ સ્પષ્ટ કરી દીધું હતું કે કંપનીને સ્થાનિક કાયદાઓનું પાલન કરવું જોઈએ. બીજી તરફ અનેક સાંસદોએ પોતાના સમર્થકોને સ્વદેશી એપ કુ (Koo)નો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
An update on our work to protect the public conversation in recent weeks in India. https://t.co/DNKjCup2j6
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વીટર આ મામલાને કોર્ટમાં લઈ જવાનો વિચાર કરી રહી છે. કંપનીએ તેના માટે અભિવ્યક્તિની આઝાદીનો હવાલો આપ્યો છે. કંપનીએ આદેશને આંશિક રીતે માનતા સરકાર દ્વારા જણાવવામાં આવેલા લગભગ અડધા એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સચિવે ગ્લોબલ પબ્લિક પોલિસી ટ્વીટરના વાઇસ પ્રેસિડન્ટ મોનિક મેશ અને ડેપ્યૂટી જનરલ કાઉન્સિલ અને વાઇસ પ્રેસિડન્ટ લીગલ જિમ બેકરની સાથે વર્ચ્યૂઅલ રીતે બેઠક કરી હતી.
આ બેઠક બાદ મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરી દીધું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જે રીતે ટ્વીટરે અનિચ્છા અને વિલંબની સાથે આદેશના ખાસ હિસ્સાનું પાલન કરવાના મામલામાં સચિવે ટ્વીટર નેતૃત્વને લઈને ઘણી નિરાશા વ્યક્ત કરી છે. તેઓએ આ પ્રસંગે ટ્વીટરને એ યાદ અપાવ્યું કે ભારતમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે જવાબદાર સંસ્થાઓ આ વાતની પુષ્ટિ કરશે ઉપરાંત અહીંના કાયદાઓનું પાલન પણ કરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર