Home /News /national-international /Exclusive: તાલિબાન સુપ્રીમો અખુંદઝાદાના બળવાની તૈયારીઓ! મહિલા શિક્ષણ પર પ્રતિબંધ બની શકે છે કારણ
Exclusive: તાલિબાન સુપ્રીમો અખુંદઝાદાના બળવાની તૈયારીઓ! મહિલા શિક્ષણ પર પ્રતિબંધ બની શકે છે કારણ
તાલિબાનના સૌથી મોટા નેતા સામે બળવાની તૈયારી!
ટોચના અફઘાનિસ્તાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા શિક્ષણના મુદ્દે વધતી જતી નિરાશા સરકારની એકતાને તોડવાનું જોખમ છે. પ્રથમ નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદર અથવા અમીર-ઉલ-મોમીનીનને અખુંદઝાદાના સ્થાનના વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
કાબુલ: અફઘાનિસ્તાનમાં મહિલા શિક્ષણ પર પ્રતિબંધનો મામલો હવે તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતા મુલ્લા હિબતુલ્લા અખુન્દઝાદા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓ અખુંદઝાદાને હટાવવાની વિચારણા કરી રહ્યા છે. ટોચના અફઘાનિસ્તાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા શિક્ષણના મુદ્દે વધતી જતી નિરાશા સરકારની એકતાને તોડવાનું જોખમ દર્શાવે છે. પ્રથમ નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદર અથવા અમીર-ઉલ-મોમીનીનને અખુંદઝાદાના સ્થાનના વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
ગયા વર્ષે તાલિબાને મહિલા શિક્ષણ પર પ્રતિબંધ લાદ્યો
એક ઉચ્ચ સ્તરીય સૂત્રએ News18ને જણાવ્યું કે, ચર્ચાઓ પ્રારંભિક તબક્કામાં છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં યુનિવર્સિટીઓમાં મહિલા શિક્ષણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મંચ પર તાલિબાન સરકાર દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. News18 ના અહેવાલ મુજબ, આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાની અને સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબ કટ્ટરપંથીઓ દ્વારા કરાયેલા ક્રેકડાઉનની તરફેણમાં નથી અને સરકારને ઉથલાવી દેવા માંગે છે.
જો કે, સુપ્રીમ લીડર અખુંદઝાદા સાથેની તેમની વાતચીત સાકાર થઈ ન હતી કારણ કે, અખુંદઝાદા આગ્રહ કરી રહ્યા છે કે તેઓ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પ્રતિબંધ પાછો ખેંચશે નહીં. સૂત્રોએ જણાવ્યું કે, હક્કાની અને યાકુબ આ પદ સ્વીકારવાના પક્ષમાં નથી. તેમની દલીલ છે કે, અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મહત્વપૂર્ણ છે. એક ટોચના સ્ત્રોતે જણાવ્યું હતું કે, "આ (અખુંદઝાદા) માટે કોઈ તાર્કિક કારણ નથી."
અખુંદઝાદાને હટાવવાની તૈયારી
સૂત્રએ જણાવ્યું હતું કે, "તેથી ઉચ્ચ સત્તાવાળાઓ ઉકેલ વિશે વિચારી રહ્યા છે અને સર્વોચ્ચ નેતાને બદલવાનું વિચારી રહ્યા છે." મિડલ સ્કૂલથી આગળની મહિલાઓ અને છોકરીઓ માટે શિક્ષણના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને જાહેરમાં તમામ મહિલાઓએ પોતાને બુરખામાં માથાથી પગ સુધી ઢાંકીને રાખવાની ફરજ પડી છે. તાજેતરમાં, સરકારે ગરીબ દેશમાં સહાય પૂરી પાડવામાં મદદ કરતી બિન-સરકારી સંસ્થાઓમાં કામ કરવા પર પણ મહિલાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
યાકુબ વિદેશી શક્તિઓ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે
જણાવી દઈએ કે, હક્કાની અને યાકુબ (તાલિબાનના સ્થાપક મુલ્લા મુહમ્મદ ઉમરનો પુત્ર), જેઓ મધ્યમ જૂથનું નેતૃત્વ કરે છે, તેઓ મુખ્ય વિદેશી શક્તિઓ સાથે સંકલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે તેઓ અફઘાનિસ્તાનની ક્ષીણ થઈ રહેલી અર્થવ્યવસ્થાને સંચાલિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ સાથે મળીને સુરક્ષા દળોને નિયંત્રિત કરે છે અને દેશના મોટા ભાગો પર પ્રભુત્વ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર