International Everest Day: જાણો વિશ્વના સૌથી ઊંચા 5 શિખરો વિશે રોચક વાતો

International Everest Day: જાણો વિશ્વના સૌથી ઊંચા 5 શિખરો વિશે રોચક વાતો

  • Share this:
નવી દિલ્લી: આજે એટલે કે 29 મેના રોજ ઇન્ટરનેશલ એવરેસ્ટ ડે મનાવવામાં આવે છે. આમ તો એવરેસ્ટે સાંભળીને આપણા મનમાં સૌથી પહેલું નામ આવે તો તે છે માઉન્ટ એવરેસ્ટ. જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. અત્યાર સુધીમાં ઘણા પર્વતારોહકો આ શિખરને સર કરી ચૂક્યા છે. પરંતુ આ દિવસ મનાવવા પાછળ એક સફળતા અને સંઘર્ષની ઘટના છૂપાયેલી છે.

શા માટે ઉજવાય છેઆજથી 68 વર્ષ પહેલા વર્ષ 1953માં 29 મેની સવારે 11.30 કલાકે ન્યૂઝીલેન્ડના એડમંડ હીલેરી અને નેપાળના તેનઝિંગ નોર્ગે 29,029 ફૂટ ઊંચા એવરેસ્ટ શિખર પર પહેલી વખત પગ મૂક્યો હતો. બોદ્ધ પરંપરા અનુસાર આ સમયે તેનઝિંગે પર્વતના શિખર પર મિઠાઇ અને બિસ્કીટને બરફમાં પ્રસાદ સ્વરૂપે દાટીને ભગવાનને પ્રસાદ ચઢાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, નેપાળ અને ભારતના ધ્વજની સાથે ફોટાઓ લીધા બાદ તેઓએ નીચે ઉતરવાની શરૂઆત કરી હતી. હીલેરી અને તેનઝિંગની યાદમાં આજે પણ આ દિવસને ઇન્ટરનેશલ એવરેસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ 2008માં આ દિવસને મનાવવાની શરૂઆત થઇ હતી. જેનો નિર્ણય નેપાળ દ્વારા લેવામાં આવ્યો હતો. આ જ વર્ષે એડમંડ હિલેરીએ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેનઝિંગ નાર્ગેએ લખેલી પુસ્તકમાં તેમણે આ ચઢાઇ દરમિયાન બનેલ અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં તેણે શિખર સર કર્યા બાદ ત્યાં 15 મિનિટ રોકાયા હોવાની વાત કરી છે.

અનેક લોકોએ એવરેસ્ટ જીતવા કર્યા છે પ્રયત્નો

આ એક રેકોર્ડ હતો. હીલેરી અને એડમંડ પહેલા પણ અનેક લોકોએ માઉન્ટ એવરેસ્ટને જીતવા પ્રયાસો કર્યા હતા અને ઘણા લોકોએ તો જીવ પણ ગુમાવ્યા છે. જણાવી દઇએ કે નેપાળમાં સાગરમાથા કહેવાતું આ શિખર વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. વર્ષ 1955માં ભારતે એક સર્વેમાં જાણ્યું કે તેની ઊંચાઇ 8848 મીટર છે. બાદમાં એવરેસ્ટની ઊંચાઇ વધીને લગભગ 8848.86 મીટર થઇ ગઇ. નેપાળ અને ચીને વર્ષ 2019ના અંતમાં તેની સંયુક્ત રૂપે ઘોષણા કરી હતી.

वैसे माउंट एवरेस्ट दुनिया की अकेली दुर्गम चोटी नहीं, बल्कि कई पर्वत हैं, जहां जाना काफी मुश्किल है. पाकिस्तान अधिकृत कश्मीर में कंचनजंघा 2 है. इसे के-2 भी कहते हैं. ये दूसरी सबसे ऊंची चोटी कहलाती है, जिसकी ऊंचाई लगभग 8,611 मीटर है. सांकेतिक फोटो (pixabay)

આ છે વિશ્વના ઊંચા શિખરો

જોકે માત્ર માઉન્ટ એવરેસ્ટ જ વિશ્વનું એક ઊંચુ શિખર નથી. એવા ઘણા શિખરો છે જ્યાં જવું પણ ખૂબ અઘરું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કંચનજંઘા 2 છે. તેને K-2 પણ કહે છે. તે વિશ્વનું બીજું સૌથી ઊચું શિખર છે. જેની ઊંચાઇ લગભગ 8611 મીટર છે. ત્રીજા નંબર પર આવે છે કંચનજંઘા, જે સિક્કિમના ઉત્તર પશ્ચિમ ભાગમાં નેપાળની સીમા પર છે. તેની ઊંચાઇ 8586 મીટર છે. નેપાળને તેમાં કૂંભકરણ લંગૂર પર્વત કહેવાય છે. જ્યારે સિક્કિમમાં તે તિબેટીયન મૂળના શબ્દને મેળવીને બનાવાયો છે. કાંગ-છેન-દજોં-ગા. જેનો અર્થ થાય છે વિશાળ હિમ નિધિ. સ્થાનિક લોકો તેને ધાર્મિક મહત્વની નજરે પણ જુએ છે.

લ્હોત્સે વિશ્વનું ચોથા નંબરનું સૌથી ઊંચું સૌથી ઊંચું શિખર છે. જે એવરેસ્ટના જ દક્ષિણ ભાગ સાથે જોડાયેલું છે. આ શિખર 8516 મીટર ઊંચું છે. આ પર્વતનું નામ તિબેટીયન શબ્દના આધારે પડ્યું છે. જેનો અર્થ છે દક્ષિણી શિખર. તેને E-1 પણ કહે છે. નેપાળ અને તિબેટની વચ્ચે આવેલા આ શિખર પર તાપમાન વર્ષ દરમિયાન -13 ડિગ્રી સેલ્સિયસ રહે છે અને તોફાની પવનો પણ ફૂંકાય છે.

तीसरे नंबर पर है कंचनजंघा, जो सिक्किम के उत्तर पश्चिम भाग में नेपाल की सीमा पर है. इसकी ऊंचाई 8,586 मीटर है. नेपाल में इसे कुंभकरन लंगूर पर्वत कहते हैं, जबकी सिक्किम में ये तिब्ब्ती मूल के शब्दों से मिलकर बना है- कांग-छेन-दजों-ंगा. इसका अर्थ विशाल हिम की निधियां है. स्थानीय लोग इसे धार्मिक महत्व की नजर से भी देखते हैं. सांकेतिक फोटो (pixabay)

મકાલૂ પર્વત વિશ્વનો પાંચમો સૌથી ઊંચો પર્વત છે. જેની ઊંચાઇ 8463 મીટર છે. તેની શોધ એવરેસ્ટ પર ચઢતી સમયે જ થઇ હતી. પરંતુ એકદમ સીધી અને મુશ્કેલી ભરી ચઢાઇના કારણે તેને સર કરવો શક્ય ન બન્યો. 15મે, 1955માં ફ્રાન્સના એક પર્વતારોહી તેના પર સૌથી પહેલા ચઢ્યા હતા અને તે બાદ ઘણા લોકોએ આ શિખર પર જીત મેળવી હતી.
Published by:kuldipsinh barot
First published:May 29, 2021, 18:49 IST

ટૉપ ન્યૂઝ