Home /News /national-international /

Omicron બધાને ભરડામાં લેશે, Booster Dose પણ તેને નહીં અટકાવી શકે- મેડિકલ એક્સપર્ટનો દાવો

Omicron બધાને ભરડામાં લેશે, Booster Dose પણ તેને નહીં અટકાવી શકે- મેડિકલ એક્સપર્ટનો દાવો

દેશમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો (File pic)

Omicron in India: ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે એક ટોચના મેડિકલ એક્સપર્ટે ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિઅન્ટને અટકાવી નહીં શકાય. લગભગ દરેક વ્યક્તિ આનાથી સંક્રમિત થશે. કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ પણ તેની સામે કારગર નહીં નીવડે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણ (Coronavirus)ની તીવ્ર ગતિ વચ્ચે ઓમિક્રોન (Omicron)ના કેસ પણ સતત વધી રહ્યા છે. આ વચ્ચે એક ટોચના મેડિકલ એક્સપર્ટે ઓમિક્રોન (Omicron in India)ને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને અટકાવી નહીં શકાય. લગભગ દરેક વ્યક્તિ આનાથી સંક્રમિત થશે. તેમણે એ પણ દાવો કર્યો છે કે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ પણ તેની સામે કારગર નહીં નીવડે. બૂસ્ટર ડોઝ (Booster Dose) ઓમિક્રોન નહીં અટકાવી શકે. તેમણે કહ્યું કે ઓમિક્રોન શરદી-ઉધરસના રૂપમાં પોતાને રજૂ કરી રહ્યો છે.

  એનડીટીવીની રિપોર્ટ મુજબ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એપિડેમિયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે ઓમિક્રોન સંક્રમણ અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે કોવિડ-19 ડરાવનારી બીમારી નથી રહી, કારણ કે કોરોનાનો નવો સ્ટ્રેન હળવો છે. તેનાથી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત ઓછી આવી રહી છે.

  તેમનું કહેવું છે કે, ‘ઓમિક્રોન એવી બીમારી છે જેનો સામનો આપણે કરી શકીએ છીએ. આપણામાંથી ઘણાં લોકો એ પણ નહીં જાણી શકે કે આપણે અનાથી સંક્રમિત થઈ ગયા છીએ. 80 ટકાથી વધુ લોકોને તો એ પણ ખબર નહીં પડે કે આ ક્યારે થયું?’

  આ પણ વાંચો: PM Modi Security Breach: SCએ તપાસ સમિતિની રચના કરી, જસ્ટિસ ઇન્દૂ મલ્હોત્રા કરશે નેતૃત્વ

  તેમણે દાવો કર્યો કે સંક્રમણના માધ્યમથી પ્રાકૃતિક રૂપે મળેલી ઇમ્યુનિટી આજીવન રહી શકે છે અને આ જ કારણ છે કે ભારત કેટલાય અન્ય દેશોની જેમ ખરાબ રીતે પ્રભાવિત નથી થયો. જ્યારે વેક્સીન આવી હતી, એ પહેલા જ દેશની 85 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં આવી ચૂકી હતી. એવામાં કોરોના વેક્સીનના પહેલા ડોઝે બૂસ્ટર ડોઝનું કામ કર્યું. તેમણે ઉમેર્યું કે, ‘વિશ્વભરમાં એવું માનવામાં આવે છે કે પ્રાકૃતિક રીતે થયેલું સંક્રમણ સ્થાયી ઇમ્યુનિટી નથી આપતું. પરંતુ મારું માનવું છે કે આ ખોટું છે.’

  ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે કહ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ ફક્ત બે દિવસમાં બમણું થઈ રહ્યું છે. એવામાં જ્યાં સુધી કોરોના ટેસ્ટથી આ અંગે ખબર પડે ત્યાં સુધી સંક્રમિત વ્યક્તિ અન્ય કેટલાયને સંક્રમિત કરી ચૂકી હશે. તો લોકડાઉનને લઈને તેમણે કહ્યું કે આપણે લાંબો સમય સુધી ઘરમાં બંધ ન રહી શકીએ. આ વાતને સમજવાની જરૂર છે કે ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન ઘણો હળવો છે.

  આ પણ વાંચો: માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, Elon musk ના ફોટા સાથે લખ્યું- Something Amazing

  ભારતમાં એક દિવસમાં કોરોનાના કેસમાં 15.80%નો ઉછાળો

  સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ભારતમાં 24 કલાકમાં કોરોનાના 1,94,720 નવા કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન 442 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. સૌથી ડરામણી બાબત એ છે કે બુધવારે મંગળવારની સરખામણીમાં આંકડામાં 15.80% ઉછાળો જોવા મળ્યો છે. તો પોઝિટીવિટી રેટ પણ વધીને 1.05% થઈ ગયો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Booster Dose બુસ્ટર ડોઝ, Coronavirus, COVID-19, Omicron variant, ઓમિક્રોન

  આગામી સમાચાર