લાહોર : ખાલિસ્તાની નેતા 'હેપ્પી PhD'ની ગુરુદ્વારાની પાસે ગોળી મારી હત્યા

News18 Gujarati
Updated: January 28, 2020, 9:54 AM IST
લાહોર : ખાલિસ્તાની નેતા 'હેપ્પી PhD'ની ગુરુદ્વારાની પાસે ગોળી મારી હત્યા
હરમીત સિંહ PhD પોતાને ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ ગણાવતો હતો. (ફાઇલ તસવીર)

પંજાબ પોલીસના મોસ્ટવોન્ટેડ હરમીત સિંહ પર RSS અને શિવસેનાના નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ હતા

  • Share this:
લાહોર : પંજાબથી ભાગીને પાકિસ્તાનમાં લાંબા સમયથી ઇન્ટેલિજન્સ એજન્સી ISIના આશ્રય હેઠળ રહેતા ખાલિસ્તાની નેતા હરમીત સિંહ ઉર્ફ હેપ્પી PhDની પાકિસ્તાનના લાહોરના એક ગુરુદ્વારાની પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલામાં પાકિસ્તાનના કેટલીક સ્થાનિક ગેંગ પર હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો મુજબ, ડ્રગ્સ સપ્લાયના પૈસાના વિવાદ બાદ હરમીત સિંહ ઉર્ફ હેપ્પી PhDની હત્યા કરી દેવામાં આવી.

હરમીત સિંહ પંજાબ પોલીસના મોસ્ટવોન્ટેડની યાદીમાં સામેલ છે. તેની પર અમૃતસરમાં હેન્ડ ગ્રેનેડ હુમલાનું કાવતરું અને પંજાબમાં આરએસએસ અને શિવસેનાના નેતાઓની હત્યાનું પણ કાવતરું રચવાનો આરોપ છે. આ ઉપરાંત તે પાકિસ્તાનમાં બેસીને ભારતમાં ડ્રગ્સ સપ્લાય અને ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓના સ્લીપ સેલ અને ટેરર મૉડ્યૂલ તૈયાર કરવાનું પણ કાવતરું પાકિસ્તાનમાં બેસીને છેલ્લા કેટલાક વર્ષોથી રચી રહ્યો હતો. આ સમગ્ર મામલામાં અત્યાર સુધી પંજાબ પોલીસ તરફથી કોઈ પણ ઑફિશિયલ કન્ફર્મેશન આવવાનું બાકી છે.

હરમીત સિંહ PhD પોતાને ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ ગણાવતો હતો અને આઈએસઆઈના ઈશારે છેલ્લા અનેક વર્ષોથી તે પાકિસ્તાનમાં રહેલી પંજાબમાં પોતાનું નેટવર્કના માધ્યમથી ડ્રગ્સની સપ્લાય કરતો હતો. આ ઉપરાંત આતંકવાદીઓ માટે ટેરર મૉડ્યૂલ અને સ્લીપર સૅલ ઊભું કરી રહ્યો હતો.

હરમીત સિંહની પાકિસ્તાનમાં હત્યા થવી તે ખાલિસ્તાની આતંકવાદીઓ માટે ખતરાની ઘંટડી છે, જે પંજાબથી ભાગીને પાકિસ્તાનમાં આઈએસઆઈના ઈશારે છેલ્લા અનેક વર્ષોથી ભારતની વિરુદ્ધ આતંકવાદી કાવતરાની પ્લાનિંગમાં લાગેલા છે અને પાકિસ્તાનને પોતાનો મદદગાર અને હિમાયતી માને છે.

આ પણ વાંચો, આ દેશમાં માણસોની જિંદગી બચાવી રહ્યા છે ઉંદરો, દુનિયાભરમાં થઈ રહ્યા છે વખાણ
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर