IAF Top brass Meet: આ બેઠક 10થી 12 નવેમ્બર સુધી ચાલશે. વાયુસેના અધિકારીઓએ જણાવ્યું કે, આ ટોપ કમાંડર્સની બેઠક દરમિયાન ચીન અને પાકિસ્તાન સાથે અડેલી સીમાઓ અંગે ગહન ચર્ચાઓ થશે. આ પહેલી કમાંડર કોન્ફરન્સ હશે જેની અધ્યક્ષતા નવાં એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે. ચૌધરી ગત એક ઓક્ટોબરથી દેશનાં નવાં વાયુસેના અધ્યક્ષ બન્યાં છે. હાલમાં જ આર્મી અને એરફોર્સની સાથે મળી લદ્દાખમાં મોટા હવાઇ અભ્યાસ કર્યો છે. શત્રુજીત બ્રિગેડને હવાઇ સૈનિકોનાં અભ્યાસ હેઠળ 14,000 ફૂટથી વધુની ઉંચાઇવાળા ક્ષેત્રમાં પહોંચાવવામાં આવ્યાં છે.
નવી દિલ્હી: ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ (LAC Dispute)ની વચ્ચે વાયુસેનાનાં ટોપ અધિકારી (IAF Top Officers) સુરક્ષા હાલાત અંગે મોટી બેઠક કરવાનાં છે. દેશની ઉત્તરી સીમાઓ પર વિશેષ ફોકસની સાથે સમીક્ષા બેઠક બુધવારે શરૂ થશે. વાયુસેનાનાં અધિકારીઓનું કહેવું છે કે, બેઠખ 10થી 12 નવેમ્બર સુધી ચાલશે. અધિકારીઓનું કહેવું છે કે, ટોપ કમાંડર્સની બેઠક દરમિયાન ચીન અને પાકિસ્તાન સાથે સટેલી સીમાઓ અંગે ગહન ચર્ચા થશે.
આ પહેલી કમાંડર કોન્ફર્ન્સ હશે જેની અધ્યક્ષતા નવાં એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે. ચૌધરી ગત એક ઓક્ટોબરથી દેશનાં નવાં વાયુસેના અધ્યક્ષ બન્યા છે. હાલમાં આર્મી અને એરફોર્સની સાથે મળી લદ્દાખમાં મોટા હવાઇ અભ્યાસ કર્યાં છે. શત્રુજીત બ્રિગેડે હવાઇ સૈનિકોનાં અભ્યાસ હેઠળ 14,000 ફૂટથી વધુની ઉંચાઇવાળા ક્ષેત્રમાં પહોંચાવવામાં આવ્યાં છે. વિશેષ વાહનો અને ઉપકરણોની સાથે જ વિશેષ રૂપથી પ્રશિક્ષિત આ સૈનિકો C-130 અને AN-32 વિમાનથી પાંચ અલગ અલગ બેઝથી ત્વરિત ગતિથી પહોંચાડવામાં આવી. ભારતીય સેનાઓ તરફથી LAC પર આ અભ્યાસ ચીની સૈનિકો દ્વારા તેમની સીમામાં કરવામાં આવેલાં અભ્યાસ બાદ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાઓનો અભ્યાસ ચીન માટે મોટો સંદેશ કહેવાય છે.
રક્ષા મંત્રી કરશે સંબોધિત- વાયુસેનાની બેઠકને દેશનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સંબોધિત કરશે. તેમનાં ઉપરાંત સેના અને સુરક્ષા સાથે જોડાયેલાં અન્ય મોટા અધિકારીઓ પણ બેઠકને સંબોધિત કરશે. ચીનની સાથે LAC પર વિવાદ શરૂ થયાનાં થોડા સમય બાદથી જ વાયુસેના સક્રિય રહી છે. ભારતીય વાયુસેના ચીફે મિગ-29 ફાઇટર જેટમાં પણ ઉડાન ભરી હતી.
PLA સૈનિકોનાં વીડિયો સતત ટ્વિટર પર શેર કરી રહ્યું છે- આ પહેલાં સોમવારે ખબર હતી કે, ભારતીય સીમા પર તૈનાત PLA સૈનિકોનો વીડિયો સતત ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવો વીડિયો સામે આવ્યાં બાદ ભારતીય સેનાનાં અધિકારીએ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ બંને જગ્યા પર હાઇ એલર્ટ જાહેર કરી દીધુ છે. ચીન ગત કેલાંક સમયથી તિબ્બતમાં મોટા પ્રમાણે અભ્યાસ કરી રહ્યું છે. જે બાદ ભારતીય સૈનિકો પણ સતર્ક થઇ ગયા છે. ધ ઇકોનોમિક ટાઇમ્સનાં રિપોર્ટ અનુસાર, સીમા પર ચીનની નાપાક હરકતની ખુફિયા જાણકારી પણ મળી છે.
પરમાણું મિસાઇલનું પરીક્ષણ- આ વચ્ચે રિપોર્ટ્સ છે કે ડ્રેગન હાઇપરસોનિક મિસાઇલ જેએલ-2 એસએલબીએમનું પણ ટેસ્ટિંગ થઇ રહ્યું છે. પરમાણું ક્ષમતાથી ભરપુર આ બેલેસ્ટિક મિસાઇલ સબમીરન અમેરિકા માટે મોટો ખતરો થઇ શકે છે. આ મિસાઇલ દ્વારા ચીન ઇન્ડિયા-પેસિફિક મહાસાગરથી અમેરિકાનાં શહેર નષ્ટ કરી શકે છે. બેઇજિંગે હાલનાં વર્ષે જ લોન્ગ રેન્જ સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇળ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. અને આ કામ તેમણે ઘણાં ઓછા સમયમાં પૂર્ણ કર્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર