Home /News /national-international /Coronavirus Booster Dose: જો બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો એ પહેલા અને બીજા ડોઝથી અલગ હોવો જોઈએ? જાણો નિષ્ણાતોનું શું કહેવું છે
Coronavirus Booster Dose: જો બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો એ પહેલા અને બીજા ડોઝથી અલગ હોવો જોઈએ? જાણો નિષ્ણાતોનું શું કહેવું છે
Coronavirus Vaccine Booster Dose: નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI)નું કહેવું છે કે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ (Booster Dose) એટલે કે ત્રીજો ડોઝ પહેલા અને બીજા ડોઝની વેક્સીનથી અલગ હોવો જોઈએ.
નવી દિલ્હી. દેશ-વિદેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron)નો ખતરો વધી ગયો છે. કેટલાય દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ ભારતમાં (Omicron in India) આ નવા વેરિઅન્ટે સકંજો કસ્યો છે. અત્યારસુધી દેશમાં ઓમિક્રોનના 35થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ વચ્ચે દેશની સર્વોચ્ચ ટેકનિકલ સંસ્થા નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI)ના નિષ્ણાતોમાં પ્રારંભિક રૂપથી સર્વસંમતિ છે કે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ (Booster Dose) એટલે કે ત્રીજો ડોઝ પહેલા અને બીજા ડોઝની વેક્સીનથી અલગ હોવો જોઈએ.
ધ ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ વરિષ્ઠ સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે રસીકરણ નીતિ અને કાર્યક્રમો પર વૈજ્ઞાનિક પુરાવાની ટેકનિકલ સમીક્ષા બાદ સરકારને વેક્સીનેશન માટે રસ્તો દેખાડનારી ટોચની સંસ્થા એનટીએજીઆઈ હજુ પણ બૂસ્ટરની આવશ્યકતાનું મૂલ્યાંકન કરી રહી છે. સંસ્થાની અંદર સર્વસંમતિ છે કે ત્રીજો ડોઝ કે બૂસ્ટર ડોઝમાં અપાતી વેક્સીન પહેલા અને બીજા ડોઝના મેડિકલ આધારથી અલગ હોય. ઉદાહરણ તરીકે, તે નિષ્ક્રિય-વાયરસ અથવા એડેનોવાયરસ વેક્ટર રસીથી અલગ આધારની હોવી જોઈએ.
દેશમાં બની રહેલી ભારત બાયોટેકની કોવેક્સિન એક નિષ્ક્રિય વાયરસ વેક્સિન છે, જ્યારે સીરમ ઇન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ (ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા) વેક્સીન અને રશિયાની સ્પૂતનિક વી એડેનોવાયરસ આધારિત રસી છે. એક વરિષ્ઠ સરકારી ઓફિસરનું કહેવું છે કે થોડી સ્પષ્ટતા છે કે જો કોઈ વ્યક્તિને વધારાનો ડોઝ આપવામાં આવે, તો ઓછામાં ઓછા નિષ્ક્રિય વાયરસ અથવા એડેનોવાયરસ વેક્ટર COVID-19 રસીના કેસમાં એક જ વેક્સીન ન હોઈ શકે. તેથી પ્રારંભિક સર્વસંમતિ એ છે કે એક લાભાર્થી Covishield અથવા Covaxin ના ત્રણ ડોઝ લઈ શકતા નથી.
સૂત્રોએ કહ્યું કે આનો અર્થ એ પણ છે કે કોવિશીલ્ડ સાથે બે ડોઝ લેનાર વ્યક્તિ માટે ત્રીજો ડોઝ કોવેક્સિન હોઈ શકતો નથી. તો આનાથી વિપરિત પણ એવું જ થશે. આ જ વસ્તુ સ્પૂતનિકને પણ લાગુ પડશે. કોવિશીલ્ડ અને સ્પૂતનિક જેવી 'વાયરલ વેક્ટર' રસી પ્રાપ્તકર્તાના કોષોને સૂચના આપવા માટે નિર્ધારિત વાયરસથી અલગ વાયરસના મોડિફાઈ વર્ઝનનો ઉપયોગ કરે છે. કોરોના વાયરસનું પરિવર્તન એ સુનિશ્ચિત કરે છે કે તે ફરીથી પુનરાવર્તિત ન થઈ શકે.
કોવેક્સિનમાં નિષ્ક્રિય અથવા મૃત વાયરસનો ઉપયોગ થાય છે, જે કોઈને પણ સંક્રમિત કરવામાં અસમર્થ છે, પરંતુ હજુ પણ રોગપ્રતિકારક તંત્રને સંક્રમણ સામે એન્ટિબોડીઝ બનાવવા માટે સૂચના આપી શકે છે. જો કે, સૂત્રોએ એ વાત પર ભાર મૂક્યો છે કે NTAGI એ હજુ સુધી સરકારને ઔપચારિક ભલામણ કરી નથી, કારણ કે તે હજુ પણ બૂસ્ટર ડોઝ લગાવાની શક્યતાઓની તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર